જંગલમાં કે પછી ખેતરમાં બનેલી વાંસની હાટડી કે ટેન્ટમાં રહેવાનું થાય તો બખોલમાંથી પણ સાપ જેવાં સરીસૃપ પ્રાણીઓ સરકી આવે એવી સંભાવના વધુ હોય છે
સાપ ટોપી ચોરી ગયો
જંગલમાં કે પછી ખેતરમાં બનેલી વાંસની હાટડી કે ટેન્ટમાં રહેવાનું થાય તો બખોલમાંથી પણ સાપ જેવાં સરીસૃપ પ્રાણીઓ સરકી આવે એવી સંભાવના વધુ હોય છે. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે એમાં એક યુવક ટોપી પહેરીને મોબાઇલમાં મશગૂલ છે. પાછળની વાંસની દીવાલ પરથી એક સાપ આવે છે અને લાંબો થઈને પેલા યુવકના માથા પર બટકું ભરવા માટે મોટું મોં ખોલે છે. યુવકે નસીબજોગે માથે ટોપી પહેરી હોવાથી એ ટોપી સાપના મોંમાં આવી જાય છે. યુવક આ હરકતથી ચમકી જતાં પાછળ જુએ છે અને સાપનું મોં જોઈને તેના હાંજા ગગડી જાય છે. યુવકની ટોપી જે સાપે ખેંચી હતી એ ખૂબ ઝેરી સાપની પ્રજાતિનો છે, પણ ટોપીએ યુવકને બચાવી લીધો હતો.


