શાલુ કિરાર નામની એક ફિટનેસ મૉડલે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વિડિયો શૅર કર્યો છે,
સ્કૂટી પર ચડીને સાડીમાં યુવતીએ આંખે પાટો બાંધીને બૅક ફ્લિપ મારી
રીલના જમાનામાં કેટલાક લોકો લાઇક્સ મેળવવા અને લાઇમલાઇટમાં આવવા કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. સોશ્યલ મીડિયા પર આ પ્રકારના લોકોના અનેક વિડિયો જોવા મળે છે. આવો જ એક વિડિયો અત્યારે વાઇરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
ADVERTISEMENT
શાલુ કિરાર નામની એક ફિટનેસ મૉડલે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વિડિયો શૅર કર્યો છે, જેમાં જોવા મળ્યું હતું કે લાલ સાડી પહેરેલી એક યુવતીની આંખે પાટો બાંધવામાં આવ્યો છે અને તે સ્કૂટીની બૅક સીટ પર ઊભી રહીને બૅક ફ્લિપ મારે છે. હવામાં ઊછળ્યા બાદ આ યુવતીનું બૅલૅન્સ સહેજ બગડ્યું હતું. આ વિડિયોને અત્યાર સુધી ૧૧ લાખ લોકોએ લાઇક કર્યો છે.


