એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં સ્થાનિકોમાં ગુસ્સો ફૂટી નીકળ્યો છે.
નદીના સંગમ પાસે એક જૂના સ્મશાનમાં લગ્નના કેટલાક રિવાજો નિભાવવામાં આવ્યા હતા
ઉત્તરાખંડમાં ડેસ્ટિનેશન વેડિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જોકે કંઈક નવીન જગ્યાએ વેડિંગ રિચ્યુઅલ કરવાના અભરખામાં એક લગ્નને કારણે વિવાદ થઈ ગયો. અલમોડા પાસેના મર્ચુલા હિલ-સ્ટેશન પર એક સ્મશાન ઘાટ પર લગ્નની જયમાલા વિધિ થતી હોય એવો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં સ્થાનિકોમાં ગુસ્સો ફૂટી નીકળ્યો છે. રામગંગા અને બદનગઢ નદીના સંગમ પાસે એક જૂના સ્મશાનમાં લગ્નના કેટલાક રિવાજો નિભાવવામાં આવ્યા હતા. આ જગ્યા અંતિમસંસ્કાર માટે વપરાય છે, પણ આ યુગલે અહીં ચિતાઓ વચ્ચે જયમાલા વિધિ કરી હતી. સામાન્ય રીતે સ્મશાનને અશુભ જગ્યા કહેવાય છે, અહીં કોઈ નવી શરૂઆત કરતું નથી. આરોપ છે કે નજીકના એક રિસૉર્ટમાં લગ્ન થવાનાં હતાં એની કેટલીક વિધિઓ અહીં સ્મશાનમાં કરવામાં આવેલી અને અહીંના સંચાલકની પરવાનગી વિના જ એને વેડિંગ ડેસ્ટિનેશન બનાવી દેવામાં આવ્યું હતું.
