દુલ્હનને શાહી અંદાજમાં એન્ટ્રી લેતી જોઈને કેટલાક મહેમાનો તાળીઓ પાડે છે, જ્યારે કેટલાક આશ્ચર્યમાં ડૂબી ગયા હોવાથી કોઈ રીઍક્શન આપી નથી શક્યા.
દુલ્હન પોતાનાં લગ્નમાં ઘોડી પર ચડીને આવે છે
લગ્નમાં દુલ્હો હંમેશાં ઘોડી પર ચડીને પરણવા આવે. જોકે આજકાલ બધું જ ઊંધું થઈ રહ્યું છે. હવે દુલ્હન પોતાનાં લગ્નમાં ઘોડી પર ચડીને આવે છે. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક દુલ્હન લેહંગા-ચોલી પહેરીને ઘોડી પર ચડીને લગ્નસ્થળે એન્ટ્રી લે છે. તેના લેહંગાનો ઘેર ઘોડી પર એવી રીતે ફેલાવવામાં આવ્યો છે કે ઘોડીને પણ જાણે દુલ્હનની જેમ શણગારી હોય એવું લાગે છે. દુલ્હનને શાહી અંદાજમાં એન્ટ્રી લેતી જોઈને કેટલાક મહેમાનો તાળીઓ પાડે છે, જ્યારે કેટલાક આશ્ચર્યમાં ડૂબી ગયા હોવાથી કોઈ રીઍક્શન આપી નથી શક્યા.


