તેઓ ટૅક્સની રકમ બાદ કરીને આ ઇનામમાંથી ૩૫૨૩ કરોડ રૂપિયા પત્ની અને ખાસ મિત્રને આપશે.
લાઇફ મસાલા
ચેન્ગ સેફન
અમેરિકામાં રહેતા અને વર્ષોથી કૅન્સરનો સામનો કરી રહેલી એક વ્યક્તિનું જીવન રાતોરાત બદલાઈ ગયું છે. મૂળ લાઓસના ૪૬ વર્ષના ચેન્ગ સેફન છેલ્લાં આઠ વર્ષથી કીમોથેરપી લઈ રહ્યા છે. તેમણે નસીબ અજમાવવા માટે પત્ની અને મિત્રની મદદથી લૉટરીની ૨૦ ટિકિટ ખરીદી હતી, પણ એવું ક્યારેય વિચાર્યું નહોતું કે આમાંની એક ટિકિટ તેમને ૧૦,૭૯૦ કરોડ રૂપિયાનું ઇનામ અપાવશે. હા, ચેન્ગ તાજેતરમાં પાવરબૉલ લૉટરીમાં ૧૦,૭૯૦ કરોડ રૂપિયા (૧.૩ અબજ ડૉલર) જીત્યા હતા. તેઓ ટૅક્સની રકમ બાદ કરીને આ ઇનામમાંથી ૩૫૨૩ કરોડ રૂપિયા પત્ની અને ખાસ મિત્રને આપશે. ચેન્ગ કહે છે કે હવે હું સારા ડૉક્ટર પાસેથી કૅન્સરની ટ્રીટમેન્ટ લઈ શકીશ અને પરિવાર માટે નવું ઘર પણ ખરીદીશ.