Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ કૅન્સરગ્રસ્ત માણસનું નસીબ જબરું ચમક્યું : ૧૦,૭૯૦ કરોડ રૂપિયાની લૉટરી જીત્યા

આ કૅન્સરગ્રસ્ત માણસનું નસીબ જબરું ચમક્યું : ૧૦,૭૯૦ કરોડ રૂપિયાની લૉટરી જીત્યા

02 May, 2024 09:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેઓ ટૅક્સની રકમ બાદ કરીને આ ઇનામમાંથી ૩૫૨૩ કરોડ રૂપિયા પત્ની અને ખાસ મિત્રને આપશે.

ચેન્ગ સેફન

લાઇફ મસાલા

ચેન્ગ સેફન


અમેરિકામાં રહેતા અને વર્ષોથી કૅન્સરનો સામનો કરી રહેલી એક વ્યક્તિનું જીવન રાતોરાત બદલાઈ ગયું છે. મૂળ લાઓસના ૪૬ વર્ષના ચેન્ગ સેફન છેલ્લાં આઠ વર્ષથી કીમોથેરપી લઈ રહ્યા છે. તેમણે નસીબ અજમાવવા માટે પત્ની અને મિત્રની મદદથી લૉટરીની ૨૦ ટિકિટ ખરીદી હતી, પણ એવું ક્યારેય વિચાર્યું નહોતું કે આમાંની એક ટિકિટ તેમને ૧૦,૭૯૦ કરોડ રૂપિયાનું ઇનામ અપાવશે. હા, ચેન્ગ તાજેતરમાં પાવરબૉલ લૉટરીમાં ૧૦,૭૯૦ કરોડ રૂપિયા (૧.૩ અબજ ડૉલર) જીત્યા હતા. તેઓ ટૅક્સની રકમ બાદ કરીને આ ઇનામમાંથી ૩૫૨૩ કરોડ રૂપિયા પત્ની અને ખાસ મિત્રને આપશે. ચેન્ગ કહે છે કે હવે હું સારા ડૉક્ટર પાસેથી કૅન્સરની ટ્રીટમેન્ટ લઈ શકીશ અને પરિવાર માટે નવું ઘર પણ ખરીદીશ.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK