Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઢાબા પર વેચાયા ડીઝલ ફ્રાઈડ પરોઠા? સોશિયલ મીડિયા સ્ટ્રીટ ફૂડનો વીડિયો વાયરલ

ઢાબા પર વેચાયા ડીઝલ ફ્રાઈડ પરોઠા? સોશિયલ મીડિયા સ્ટ્રીટ ફૂડનો વીડિયો વાયરલ

14 May, 2024 04:38 PM IST | Chandigarh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Viral Diesel Paratha: આ પરાઠા લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે, તે બાબતે અનેક લોકોએ ચિંતા પણ વ્યક્ત કરી છે.

તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા

તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા


કી હાઇલાઇટ્સ

  1. સોશિયલ મીડિયા પર સ્ટ્રીટ ફૂડના વીડિયો અવારનવાર વાઇરલ થતાં હોય છે.
  2. પંજાબના ચંડીગઢના એક સ્ટ્રીટ ઢાબા પરનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
  3. આ વીડિયોમાં એક વ્યક્તિ ડીઝલમાં પરાઠા બનાવી રહ્યો છે, એવો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વિચિત્ર પ્રકારના સ્ટીર્ટ ફૂડના હજારો વીડિયો વાઇરલ થતાં હોય છે. તાજેતરમાં ભારતની સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય ડિશ પરાઠા સાથે પણ સ્ટ્રીટ ફૂડના નામે અત્યાચાર થયો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. પંજાબમાં તો પરાઠાને માખણ સાથે શોખેથી ખાવામાં આવે છે, જેથી હવે પંજાબના ચંડીગઢના એક સ્ટ્રીટ ઢાબા પર લોકોને ખીચ ચઢે એવા પ્રકારે પરોઠા બનાવવાનો વીડિયો (Viral Diesel Paratha) ખૂબ જ ચર્ચામાં આવો છે. આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે પણ તેમની પ્રતિક્રિયા આપી છે.





સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ટ્વિટ કરવામાં આવ્યું હતું, જેમાં તેલ કે ઘીથી નહીં પણ વાહનોમાં ઈંધણ તરીકે વપરાતા ડીઝલનો ઉપયોગ (Viral Diesel Paratha) કરીને પરાઠાને ફ્રાઈ કરવામાં આવી રહ્યા છે. ડીઝલમાં પરાઠા બનાવવાના આ વીડિયોને જોઈને લોકોનો ગુસ્સો ભડક્યો છે. X પર શેર કરવામાં આવેલા આ વીડિયોને જોકે હટાવી દેવામાં આવ્યો છે. જોકે વીડિયો અપલોડ કરનાર યુઝરે એક તસવીર શેર કરીને આ ડીઝલ પરાઠા બાબતે જણાવ્યું હતી.

ડીઝલ પરાઠા બનાવવાની તસવીર શેર કરીને લખ્યું હતું કે “એક અપડેટ છે કે આ વાયરલ વીડિયોના આધારે પૂરતી કાર્યવાહી કરવામાં આવી છે અને તે ન્યાયના હિતમાં છે, ઓરિજિનલ ટ્વીટને ડિલીટ કરવામાં આવ્યું છે”. આ સાથે તેણે ડિલીટ કરવામાં આવેલા ટ્વીટની લિન્ક (Viral Diesel Paratha) પણ તેણે પોસ્ટ કરી હતી. જોકે બીજા એક યુઝરે આ વીડિયોને શેર કર્યો હતો. જેમાં જોવા મળી રહ્યું છે કે પરાઠા માટે બટેટાની સ્ટફિંગ બનાવ્યા બાદ તે પોતે કહે છે કે તે ડીઝલ પરોઠા બનાવી રહ્યો છે. તે બાદ તે એક ડબ્બામાંથી કળા રંગનું એક તેલ જેવો પદાર્થ પરાઠા પર રાખે છે. ડીઝલ પરાઠા સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યા છે, જોકે શું આ ખરેખર ડીઝલ છે, કે અનેક વખત વપરાયેલુ તેલ છે, તે બાબતે સવાલ કરવામાં આવી રહ્યા છે.


ઢાબા  પર ડીઝલ પરાઠા બનાવવાના વીડિયોએ (Viral Diesel Paratha) સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. એક યુઝરે લખ્યું કે આગળ શું આવશે, હાર્પિક પરાઠા? તેમ જ જ્યારે ICMR તમને વ્હે પ્રોટીન ટાળવાની સલાહ આપે છે અને FSSAI મસાલામાં ઇથિલિન ઓક્સાઇડના પ્રમાણની કાળજી લેતું નથી... ત્યારે આપણે શું કહી શકીએ. એમાં કોઈ આશ્ચર્ય નથી કે ભારત વિશ્વમાં કેન્સરની રાજધાની છે. આ વિડીયોને જોઈને અનેક લોકોએ આ ઢાબા અને તેના ડીઝલ પરાઠા સામે કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે, તેમ જ આ પરાઠા લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે, તે બાબતે અનેક લોકોએ ચિંતા પણ વ્યક્ત કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2024 04:38 PM IST | Chandigarh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK