Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‍લગ્નના ઘરમાં બ્લિન્કિટના ડિલિવરી એજન્ટને આપવા કૅશ નહોતી તો ૨૧૦૦ રૂપિયાની નોટોની માળા પહેરાવી દીધી

‍લગ્નના ઘરમાં બ્લિન્કિટના ડિલિવરી એજન્ટને આપવા કૅશ નહોતી તો ૨૧૦૦ રૂપિયાની નોટોની માળા પહેરાવી દીધી

Published : 08 May, 2026 02:32 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિલ ૨૦૦૦ રૂપિયાનું હતું અને ૨૧૦૦ રૂપિયાની ચલણી નોટોનો હાર હતો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


જે ઘરમાં લગ્ન લેવાયાં હોય ત્યાં ચોતરફ ખુશીનો માહોલ હોય, પરંતુ છેલ્લી ઘડીની તૈયારીઓમાં કેટલીક ચીજોની જરૂર પડે ત્યારે ભાગદોડ પણ ઘણી હોય. જોકે એવામાં ઝટપટ ડિલિવરી પ્લૅટફૉર્મ્સ બહુ કામ આવે. સોશ્યલ મીડિયા પર આવી જ એક ઘટનાનો મજેદાર વિડિયો વાઇરલ થયો છે. એમાં લગ્નની દોડધામ વચ્ચે કોઈકે બ્લિન્કિટ પરથી થોડીક ચીજો ઑર્ડર કરી હોય છે એની ડિલિવરી લઈને એજન્ટ આવે છે. ચીજોનું બિલ ૨૦૦૦ રૂપિયાનું છે અને એટલી કૅશ તરત હાથવગી નથી મળતી. ઘરમાં ખૂબ મહેમાનો છે અને બહુ કામ છે. સામાન્ય રીતે આવામાં લોકો ઑનલાઇન પેમેન્ટ આપવાની તૈયારી કરતા હોય છે, પરંતુ ઘરવાળાઓએ એવું નહીં કર્યું. તેમણે લગ્નના સામાનમાં પડેલો રૂપિયાની નોટોવાળો હાર ઉપાડ્યો અને ડિલિવરી એજન્ટને પહેરાવી દીધો. બિલ ૨૦૦૦ રૂપિયાનું હતું અને ૨૧૦૦ રૂપિયાની ચલણી નોટોનો હાર હતો. આવા હાર સામાન્ય રીતે દુલ્હાના સ્વાગત માટે લગ્નોમાં પહેરાવાતા હોય છે. લગ્ન પૂરાં થઈ ગયાં પછી હવે આ હારની જરૂર નહોતી. પેમેન્ટ કરતી વખતે ઑર્ડર આપનારે હસતાં-હસતાં કહ્યું, ‘બહુ ઉતાવળ હોવાથી હારમાંથી નોટો અલગ કરવાનો ટાઇમ નથી, તમે જાતે જ કરી લેજો.’


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 02:32 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK