Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભાઈએ કહેલું, ઍમ્બ્યુલન્સથી મારી શબયાત્રા કાઢજો, પરિવારજનોએ ૧૬ ઍમ્બ્યુલન્સના કાફલાથી અંતિમ ઇચ્છા પૂરી કરી

ભાઈએ કહેલું, ઍમ્બ્યુલન્સથી મારી શબયાત્રા કાઢજો, પરિવારજનોએ ૧૬ ઍમ્બ્યુલન્સના કાફલાથી અંતિમ ઇચ્છા પૂરી કરી

Published : 02 April, 2026 03:19 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમામ ઍમ્બ્યુલન્સચાલકોએ કોઈ ચાર્જ લીધા વિના પોતાના દોસ્તના પરિવારજનની ઇચ્છા પૂરી કરી હતી.

૧૬ ઍમ્બ્યુલન્સમાં નીકળેલી અંતિમયાત્રા

અજબ ગજબ

૧૬ ઍમ્બ્યુલન્સમાં નીકળેલી અંતિમયાત્રા


ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક વ્યક્તિની ઇચ્છા પૂરી કરવા માટે ૧૬ ઍમ્બ્યુલન્સમાં તેની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ઉન્નાવમાં રહેતા ૫૦ વર્ષના કમલેશ નામના ભાઈને લિવરની ગંભીર બીમારી હતી. તેને ખબર હતી કે તે બચી શકે એમ નથી એટલે પોતાના ભાઈને કહેતો હતો કે ‘ભાઈ, જ્યારે હું મરી જાઉં ત્યારે ઍમ્બ્યુલન્સના કાફલામાં મારી અંતિમયાત્રા કાઢજે.’

આવું કહેવાનું કારણ એ હતું કે તેનો ભાઈ ઍમ્બ્યુલન્સ ચલાવવાનું કામ કરતો હતો. શનિવારે કમલેશનું મૃત્યુ થયું ત્યારે તેના ભાઈએ તેની અંતિમ ઇચ્છા પૂરી કરવાનું વચન નિભાવ્યું હતું. તેણે પોતાના દોસ્તોની ઍમ્બ્યુલન્સની લાઇન લગાવી દીધી. રવિવારે જ્યારે તેની અંતિમયાત્રા નીકળી ત્યારે એક પછી એક ૧૬ ઍમ્બ્યુલન્સ સાયરન વગાડતી નીકળી હતી. તમામ ઍમ્બ્યુલન્સચાલકોએ કોઈ ચાર્જ લીધા વિના પોતાના દોસ્તના પરિવારજનની ઇચ્છા પૂરી કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 03:19 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK