Sonam Kapoor shares first glimpse of newborn baby boy: માતૃત્વનો આનંદ માણી રહેલી અભિનેત્રી સોનમ કપૂરે તેના બીજા પુત્રના જન્મ પછી સોશ્યલ મીડિયા પર તેની પહેલી ઝલક શૅર કરી છે; સાથે જ હૉસ્પિટલ અને સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે
સોનમ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી દીકરા સાથેની પહેલી તસવીર
બોલિવૂડ (Bollywood)માં ખુશીનો માહોલ વધુ ખાસ બની જાય છે જ્યારે કોઈ સ્ટારના ઘરે નાના બાળકનું આગમન થાય છે. તાજેતરમાં અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor)ના ઘરે ખુશીઓએ દસ્તક આપી છે. કારણકે સોનમે તાજેતરમાં, બીજા પુત્રને જન્મ આપ્યો છે. ૨૯ માર્ચે પુત્રના જન્મની જાહેરાત કર્યા પછી, સોનમ કપૂરે હવે તેના બાળકની પહેલી ઝલક તેના ફેન્સ સાથે શૅર કરી છે. તેણે સોશ્યલ મીડિયા (Social Media) પર દીકરાની તસવીર સાથે, અભિનેત્રીએ એક લાંબી પોસ્ટ લખી. પોસ્ટમાં, તેણીએ હોસ્પિટલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજા (Anand Ahuja)એ ૨૯ માર્ચે તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું. બાળકના જન્મથી બંને ખૂબ જ ખુશ છે. તેમણે તે દિવસે જ સોશ્યલ મીડિયા પર આ ખુશીના સમાચાર શૅર કર્યા હતા.
ADVERTISEMENT
સોનમે શૅર કરી દીકરાની પહેલી તસવીર
સોનમ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટામાં (Sonam Kapoor shares first glimpse of newborn baby boy), તે તેના પુત્ર સાથે પલંગ પર સૂતી જોઈ શકાય છે. તેણીએ બાળકને તેના હાથમાં પકડ્યું છે. બીજી એક તસવીરમાં, સોનમ હૉસ્પિટલના કાળા ડ્રેસમાં ભોજન કરી રહી છે. આ બંને ફોટા હૉસ્પિટલમાં લેવામાં આવ્યા છે.
હૉસ્પિટલ અને સ્ટાફનો માન્યો આભાર
સોનમ કપૂરે પોતાના ફોટા શેર કરતા કેપ્શનમાં તે હૉસ્પિટલની પ્રશંસા કરી જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. તેણીએ માત્ર હૉસ્પિટલ જ નહીં પરંતુ તેના ડોકટરો અને ટીમની પણ પ્રશંસા કરી અને કૃતજ્ઞતા વ્યક્ત કરી.
સોનમે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘શબ્દોમાં કહી શકાય નહીં. અમારા બીજા પુત્રનું સ્વાગત કરવાના આ અદ્ભુત અનુભવ માટે HN રિલાયન્સ હૉસ્પિટલનો ખૂબ ખૂબ આભાર. તે ખરેખર દરેક રીતે અસાધારણ રહ્યું છે. મારા OBGYN, ડૉ. અવન દાદીનાનો ખૂબ જ ખાસ આભાર, જેમણે હવે મારી બંને ગર્ભાવસ્થા દરમિયાન મને માર્ગદર્શન આપ્યું છે. તેમની સંભાળમાં વિશ્વાસ, શાંતિ અને ખાતરીની ભાવના છે જે ખૂબ જ દુર્લભ છે, અને હું તેમના સમર્થન, શાણપણ અને દયા માટે અનંત આભારી છું. આખી ટીમનો, આવા સંપૂર્ણ વ્યાવસાયિક બનવા બદલ અને તમારી નમ્રતા, સહાનુભૂતિ અને સાચી સંભાળ સાથે તેનાથી આગળ વધવા બદલ આભાર. તે હંમેશા એવી વસ્તુ નથી જે હૉસ્પિટલમાં અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ તે ચોક્કસપણે હોવી જોઈએ, અને તેણે આ અનુભવને ખૂબ અર્થપૂર્ણ બનાવ્યો.’
View this post on Instagram
કૅપ્શનમાં આગળ અંબાણી પરિવારનો આભાર માનતા સોનમે લખ્યું છે કે, ‘નીતા આન્ટીએ જે બનાવ્યું છે તે ખરેખર નોંધપાત્ર છે, એક એવી જગ્યા જ્યાં શ્રેષ્ઠતા અને કરુણા એકસાથે એકીકૃત રીતે અસ્તિત્વમાં છે. ખૂબ આભારી છું, કાળજી લીધી છે અને આશીર્વાદ આપ્યા છે. અમારી સંભાળ રાખનાર અદ્ભુત ટીમનો આભારી છું. સોનમ અને આનંદ.’ આ સાથે જ અભિનેત્રીએ દરેક ડૉક્ટરથી માંડીને સિક્યૉરિટી સ્ટાફના સભ્યનો નામ લઈને આભાર માન્યો છે.
સોનમની બહેને શૅર કરી હતી ઝલક
સોનમના નાના દીકરાની પ્રથમ ઝલક તેની માસી અને સોનમની બહેન રિયા કપૂર (Rhea Kapoor)એ શૅર કરી છે.

રિયા કપૂરે બે દિવસ પહેલા શૅર કરેલી તસવીર
રિયા કપૂરે તેના ખોળામાં બાળકનો ફોટો શૅર કરતાં લખ્યું, ‘તને બસ આની જ જરૂર છે અને સોનમ કપૂરને એક સુપર હ્યુમન માતાની શક્તિની.’
સોનમ અને આનંદની લવસ્ટોરી
સોનમ કપૂર અને બિઝનેસમેન આનંદ આહુજાની પ્રથમ મુલાકાત ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ (Prem Ratan Dhan Payo)ના પ્રમોશન દરમિયાન થઈ હતી. પછી વર્ષ ૨૦૧૮માં, આ દંપતીએ એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. ૨૦૨૨માં, સોનમ અને આનંદે તેમના પહેલા પુત્ર, વાયુને જન્મ આપ્યો હતો. હવે તેઓ બીજા દીકરાના પેરેન્ટ્સ બન્યા છે.
