Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના રસ્તાઓ પર ક્ષણભર માટે આંધળા કરી દેતી હેડલાઇટ્સના આતંક સામે RTO સાવ નિષ્ક્રિય

મુંબઈના રસ્તાઓ પર ક્ષણભર માટે આંધળા કરી દેતી હેડલાઇટ્સના આતંક સામે RTO સાવ નિષ્ક્રિય

Published : 03 April, 2026 08:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલી RTOમાં એક વર્ષમાં માત્ર ૮૪ વ્હીકલને ફાઇન થયો, મુંબઈ સેન્ટ્રલ RTOમાં ૮૮ કેસનો નિકાલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના રસ્તા પર રાતે વાહનોમાં વપરાતી ગેરકાયદે અને અતિશય બ્રાઇટ હેડલાઇટ્સ બીજા ડ્રાઇવરો માટે જોખમી બની રહી છે. નિયમોની સ્પષ્ટતા હોવા છતાં ટ્રાફિક-પોલીસ દ્વારા આવી હેડલાઇટ્સ લગાવનારા લોકો સામેની કાર્યવાહી સુસ્ત જણાતાં સામાન્ય જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. હેડલાઇટ્સના નિયમભંગ બદલ બોરીવલી RTOમાં એક વર્ષમાં માત્ર ૮૪ વ્હીકલને દંડ ફટકારવામાં આવ્યો છે.

એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ દરમ્યાન બોરીવલીની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ ૨૫૨ વ્હીકલની તપાસ કરીને ૮૪ વ્હીકલને દંડ ફટકાર્યો છે. દંડપેટે ૭૭,૦૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. થાણે RTOએ ૪૦૬ ચલાન ઇશ્યુ કરીને ૨.૧૯ લાખ રૂપિયા વસૂલ કર્યા છે. મુંબઈ સેન્ટ્રલ RTOએ ૧૬૯ કેસ નોંધ્યા છે અને ૮૮નો નિકાલ કરીને ૪૪,૦૦૦ રૂપિયા વસૂલ કર્યા છે. 



અકસ્માતનું જોખમ


મુંબઈમાં વાહનોમાં કંપની-ફિટિંગને બદલે આફ્ટર-માર્કેટ લાઇટ્સ લગાવવાનું પ્રમાણ વધ્યું છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (CMVR) મુજબ હેડલાઇટની બ્રાઇટનેસ અને એનો ઍન્ગલ નક્કી હોય છે, પરંતુ શોખ માટે ડ્રાઇવરો LED અથવા હાઈ ઇન્ટેન્સિટી ડિસ્ચાર્જ (HID) લાઇટ લગાવી રહ્યા છે. આ લાઇટ એટલી તેજ હોય છે કે એ સામેથી આવતા ડ્રાઇવરના વિઝનને થોડી સેકન્ડો માટે બ્લાઇન્ડ કરી દે છે, જેને પગલે જીવલેણ અકસ્માતનું જોખમ રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2026 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK