Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકામાં પાંચમા ધોરણના વિદ્યાર્થી સાથે શિક્ષિકાની રોમૅન્ટિક રિલેશનશિપ

અમેરિકામાં પાંચમા ધોરણના વિદ્યાર્થી સાથે શિક્ષિકાની રોમૅન્ટિક રિલેશનશિપ

07 May, 2024 09:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેડિસનનાં લગ્નને ૩ મહિના બાકી હતાં ત્યારે જ તેનું આ કૃત્ય બહાર આવ્યું હતું.

મેડિસનની તસવીર

અજબ ગજબ

મેડિસનની તસવીર


અમેરિકાની એક સ્કૂલમાં પાંચમા ધોરણના વિદ્યાર્થી સાથે રોમૅન્ટિક રિલેશનશિપ રાખવા બદલ ૨૪ વર્ષની મહિલા ટીચરને સસ્પેન્ડ કરવામાં આવી હતી. મેડિસન બર્ગમૅન પર ૧૧ વર્ષના વિદ્યાર્થીનું જાતીય શોષણ કરવાનો આરોપ છે અને તેની સામે કેસ ચાલી રહ્યો છે. મેડિસનનાં લગ્નને ૩ મહિના બાકી હતાં ત્યારે જ તેનું આ કૃત્ય બહાર આવ્યું હતું. આ શૉકિંગ ઘટનાનો ખુલાસો વિદ્યાર્થીની મમ્મીએ કર્યો હતો. તેમણે એક દિવસ પોતાના દીકરા અને ટીચરની વાતચીત સાંભળી લીધી હતી અને બન્નેના મેસેજ પણ વાંચ્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીનાં માતા-પિતા ટેક્સ્ટ મેસેજની પ્રિન્ટ કાઢીને સ્કૂલમાં ફરિયાદ નોંધાવવા પહોંચી ગયાં હતાં. સ્કૂલ ઑથોરિટીએ મેડિસનની પૂછપરછ કરી ત્યારે તેની બૅગમાંથી વિદ્યાર્થીના નામના પત્રો પણ મળી આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK