Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સવારે પતિનું મૃત્યુ થયું અને સાંજે પત્ની સિધાવી

સવારે પતિનું મૃત્યુ થયું અને સાંજે પત્ની સિધાવી

Published : 16 June, 2026 11:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના રેવલી ગામમાં પતિ-પત્નીના અતૂટ પ્રેમની અનોખી મિસાલ જોવા મળી હતી

દંપતી

અજબ ગજબ

દંપતી


ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના રેવલી ગામમાં પતિ-પત્નીના અતૂટ પ્રેમની અનોખી મિસાલ જોવા મળી હતી. એક બુઝુર્ગ મહિલાએ તેના પતિના અંતિમ સંસ્કારના થોડા જ કલાકોમાં દમ તોડ્યો હતો. ૮૦ વર્ષના ભગવાન તિવારી રવિવારે સવારે મોટી ઉંમરને કારણે આવતી બીમારીઓમાં મૃત્યુ પામ્યા હતા. ભગવાન તિવારીએ ગામ માટે ખૂબ સારાં કાર્યો કર્યાં હતાં એટલે પરિવારજનો અને સંબંધીઓની સાથે ગ્રામજનો પણ શોકમાં ડૂબેલા હતા. સવારે ૧૧ વાગ્યે તેમને સ્મશાન લઈ જઈને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હજી તો સ્મશાનેથી સંબંધીઓ પાછા આવ્યા અને શોક-ખરખરો ચાલી રહ્યો હતો ત્યાં લગભગ સાંજના પાંચેક વાગ્યે તેમનાં પત્નીએ પણ પથારીમાં સૂતાં-સૂતાં જ અંતિમ શ્વાસ લીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK