Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મને નગ્ન કરીને તાંત્રિક વિધિમાં બેસાડી

મને નગ્ન કરીને તાંત્રિક વિધિમાં બેસાડી

Published : 03 April, 2026 12:38 PM | IST | Kanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝવેરી-પરિવારની વહુએ સાસરિયાં પર મૂક્યા કંપાવી દેતા આરોપ

પચીસ વર્ષની આ યુવતીનાં બે વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં

અજબગજબ

પચીસ વર્ષની આ યુવતીનાં બે વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં


ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં એક જ્વેલર પરિવાર વિરુદ્ધ પરિવારની નવવિવાહિતા મહિલાએ દહેજ માટે માનસિક-શારીરિક ઉત્પીડન અને તંત્ર-મંત્રની આડમાં અમાનવીય વ્યવહાર કરવાના ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાનો આરોપ છે કે લગ્નના થોડા જ દિવસો પછી સાસરિયાંએ તેને તાંત્રિક પૂજામાં સામેલ થવા માટે મજબૂર કરી હતી. જ્યારે તેણે વિરોધ કર્યો તો પતિ અને સસરાએ બળજબરીથી તેનાં કપડાં ઉતારી નાખ્યાં અને આખા પરિવારની સામે નગ્ન કરીને તેને પૂજામાં બેસાડી દીધી. પચીસ વર્ષની આ યુવતીનાં બે વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં. યુવતીના પરિવારે લગ્નમાં પાંચ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. દહેજમાં ફૉર્ચ્યુનર કાર, સોના-ચાંદીનાં ઘરેણાં અને કરોડો રૂપિયાનો બહુમૂલ્ય સામાન આપ્યો હતો. એ પછી પણ યુવતીના કહેવા મુજબ સાસરિયાં સંતુષ્ટ નહોતાં. લગ્ન પછી તરત જ તેને ટોણા મારવાનું શરૂ થઈ ગયું હતું. સાસરિયાંએ તેની પાસે બે કિલો સોનું અને બે કરોડ રૂપિયા રોકડા માગ્યાં હતાં એ મળ્યાં નહોતાં એ બાબતે સંભળાવવામાં આવતું. જ્યારે તે પગફેરાની રસમ કરીને પાછી આવી તો ખબર પડી કે આખો પરિવાર રાતે તંત્ર-મંત્રની પૂજા કરે છે. રાતે ૧૨ વાગ્યાથી સવારે ૪ વાગ્યા સુધી થનારી આ પૂજામાં બીજા સદસ્યો પણ નગ્ન અવસ્થામાં રહેતા હતા. પરિવારજનોએ તેને પણ એમાં ભાગ લેવાનું કહ્યું, પણ તેણે ના પાડી દીધી. એમ છતાં પતિ અને સસરાએ પરાણે તેનાં તમામ કપડાં ઉતારી નાખ્યાં. જ્યારે તે રડવા લાગી તો સાસુએ ચંપલથી તેને મારવાનું શરૂ કર્યું અને તેના પર ખરાબ આત્માનો ઓછાયો છે એટલે ભગાવવા માટે આ કરવું જરૂરી છે એમ કહ્યું. તેના શરીરે રાખ લગાવીને ધમકી આપવામાં આવી કે જો તે ઘરના લોકોની વાત નહીં માને તો તેને તંત્ર-મંત્રથી પાગલ કરી દેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2026 12:38 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK