Maharashtra News: ગૅસ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં બે મોટા ટેન્કર સહિત આશરે 1.26 કરોડ રૂપિયાના એલપીજી ગૅસને જપ્ત કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
Maharashtra News: એકબાજુ જ્યાં એલપીજી ગૅસની અછત ચાલી રહી છે ત્યાં બીજી તરફ ઠેકઠેકાણેથી એલપીજી ગૅસની ચોરી થવાના મામલા પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી અંતર્ગત છત્રપતિ સંભાજીનગરમાં મહારાષ્ટ્ર રાજ્ય સ્તરના વિજિલન્સ સેલ દ્વારા ગૅસ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં બે મોટા ટેન્કર સહિત આશરે 1.26 કરોડ રૂપિયાના એલપીજી ગૅસને જપ્ત કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
રાજ્ય કક્ષા (Maharashtra News)ની વિજિલન્સ ટીમે જાહેર વિતરણ માટેના એલપીજીની ચોરી કરનાર એક મોટા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ રેકેટમાં જેટલો ગૅસનો પુરવઠો મળી આવ્યો છે તે પુરવઠો આશરે 2,480 જેટલા આર્થિક રીતે નબળા પરિવારોના હકનો છે.
ADVERTISEMENT
રૅશન નિયંત્રક ચંદ્રકાંત ડાંગે દ્વારા એલપીજી દાણચોરી સિંડિકેટ વિશે મળેલી ગુપ્ત માહિતીને પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગણેશ બેલાલેની આગેવાની હેઠળની ટીમે આ રેકેટનો પર્દાફાશ કરવા માટે ગંગાપુર વિસ્તારમાં વૈજાપુર રોડ પર એક હૉટલ પાસે જાળ બિછાવી હતી. 2 એપ્રિલની મોડી રાત્રે અધિકારીઓએ સ્થળ પર દરોડા પાડ્યા હતા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના ટેન્કરની સીલ તોડીને એલપીજીની હેરાફેરી કરી રહેલા આરોપીઓને રંગેહાથ પકડી પાડયા હતા.
શું શું જપ્ત કરવામાં આવ્યું?
અધિકારીઓએ (Maharashtra News) જણાવ્યું હતું કે તેમણે ઓપરેશન દરમિયાન બે મોટા એલપીજી ટૅન્કર જપ્ત કરાયા છે. MH 43 K 5921 અને MH 43 CK 5747 ટૅન્કરમાં કુલ 35,220 કિલો ગૅસ જપ્ત કરવામાં આવ્યો છે. 26 ગેરકાયદેસર રીતે સંગ્રહિત સિલિન્ડર પણ જપ્ત કરાયા છે, જેમાં કમર્શિયલ (19.2 કિગ્રા) અને ઘરેલું (14.2 કિગ્રા) યુનિટ્સનો સમાવેશ થાય છે. આમ કુલ જપ્ત થયેલ માલની કિંમત 1.26 કરોડ રૂપિયા જેટલી થાય છે.
જાહેર પુરવઠા પર અસર
અધિકારીઓએ (Maharashtra News) કહ્યું હતું કે જપ્ત કરાયેલ એલપીજી લગભગ 2,480 ગરીબ પરિવારોના હકનો છે. પરંતુ આ રીતે ગેરકાયદેસર ગૅસની ચોરી કરવામાં આવે છે જેનાથી સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ગૅસનો પુરવઠાને લાવવામાં ભારે તકલીફો થઈ રહી છે, ત્યારે સરકારે રાંધણ ગૅસની ચોરી કરનારાઓ તેમજ સંગ્રહખોરી, અનધિકૃત સંગ્રહ અથવા ગેરકાયદેસર રીતે એલપીજી સિલિન્ડરનું રી-સેલિંગ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
MIDC વાલુજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો
અધિકારીઓએ આખા નેટવર્કને તોડી પાડવા અને તેમાં સામેલ અન્ય વ્યક્તિઓ સુધી પહોંચવા વિગતવાર તપાસ શરૂ કરી છે, એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. આ કાર્યવાહી અંગે વાત કરતાં ચંદ્રકાંત ડાંગેએ જણાવ્યું કે ગેરકાયદેસર સંગ્રહખોરી અને આવશ્યક ચીજવસ્તુઓની ચોરીમાં (Maharashtra News) સામેલ લોકો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવા ગુનાઓને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
