Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૭ વર્ષની છોકરીના પેટમાં અડધી-અડધી ૪ કિડનીઓ છે

૭ વર્ષની છોકરીના પેટમાં અડધી-અડધી ૪ કિડનીઓ છે

Published : 21 June, 2026 12:57 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સામાન્ય રીતે માણસના શરીરમાં બે કિડની હોય છે, પરંતુ આ કન્યાના શરીરમાં ૪ કિડની છે.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશની ૭ વર્ષની એક છોકરીનો કિસ્સો ડૉક્ટરને પણ અચંબિત કરનારો છે. સામાન્ય રીતે માણસના શરીરમાં બે કિડની હોય છે, પરંતુ આ કન્યાના શરીરમાં ૪ કિડની છે. જોકે એ ૪ પણ પાછી આખી નથી. ચારેય અડધી-અડધી અને એકબીજા સાથે જોડાયેલી અને ઓછી વિકસિત છે. મેડિકલ ભાષામાં એને ડુપ્લેક્સ કિડની કહેવાય.  

સામાન્ય રીતે બે કિડનીમાંથી એક-એક નળી બહાર નીકળે છે, પણ આ કન્યાના શરીરમાં ચાર કિડનીઓ એકબીજામાં ભળેલી અને એમાંથી ચાર નળીઓ નીકળતી હોય એવી ગૂંચળાદાર રચના છે. નેફ્રોલૉજિસ્ટોએ આ ગૂંચળાને રિપેર કરવા માટે રોબોટિક સર્જરી કરવાનો પ્લાન કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 12:57 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK