સાઉધમ્પ્ટનમાં શુક્રવારે મોડી રાતે રમાયેલી વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૧૩મી મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડે પહેલી જીત નોંધાવી હતી. ન્યુ ઝીલૅન્ડે ૬ વિકેટના નુકસાન સાથે ૧૪૦ રન કર્યા હતા. જવાબમાં આયરલૅન્ડ ૪ વિકેટે ૧૩૬ રન કરીને હાર્યું હતું.
૧૮મી ઓવરમાં ડબલ વિકેટ લઈને હારની બાજી જીતમાં પલટી દીધી હતી ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન મેલી કેરે.
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૧૭મી મૅચ આજે વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે રમાશે. ગ્રુપ Bમાં ૬ ટીમો વચ્ચે બન્ને મૅચમાં જીત સાથે કૅરિબિયન ટીમ બીજા ક્રમે છે અને એક જીત, એક હારને કારણે શ્રીલંકા પાંચમા ક્રમે છે.
ભારત vs સાઉથ આફ્રિકા સાંજે ૭ વાગ્યે, મૅન્ચેસ્ટર
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૧૮મી મૅચમાં ભારતની ટક્કર સાઉથ આફ્રિકા સામે થશે. ગ્રુપ Aમાં સતત બે જીત સાથે ભારત બીજા ક્રમે છે જ્યારે સાઉથ આફ્રિકા એક જીત અને એક હારને કારણે ત્રીજા ક્રમે છે.
સાઉધમ્પ્ટનમાં શુક્રવારે મોડી રાતે રમાયેલી વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૧૩મી મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડે પહેલી જીત નોંધાવી હતી. ન્યુ ઝીલૅન્ડે ૬ વિકેટના નુકસાન સાથે ૧૪૦ રન કર્યા હતા. જવાબમાં આયરલૅન્ડ ૪ વિકેટે ૧૩૬ રન કરીને હાર્યું હતું. આયરલૅન્ડ હૅટ-ટ્રિક હાર સાથે ગ્રુપ-Bમાં હાલમાં તળિયાની ટીમ છે.
ભારત માટે જુનિયર હૉકી રમી ચૂકી છે ક્રિકેટર પ્રેમા રાવત
ઇન્જર્ડ શ્રેયન્કા પાટીલને સ્થાને ભારતની વર્લ્ડ કપ સ્ક્વૉડમાં સામેલ થયેલી ઑલરાઉન્ડર પ્રેમા રાવતની જર્ની રસપ્રદ રહી છે. પ્રેમા રાવત ઉત્તરાખંડના નાનકડા ગામ સુમતિની રહેવાસી છે. પ્રેમા રાવતના પપ્પા અને ભાઈ તેના પહેલા અનઑફિશ્યલ કોચ હતા. તેને બાળપણથી બધી રમત રમવી ગમતી હતી, એમાંથી હૉકી તેની ફેવરિટ રમત હતી.
કેન્દ્રીય વિદ્યાલયથી લઈને ભારત માટે જુનિયર લેવલ સુધી પ્રેમા રાવત હૉકી રમી ચૂકી છે. પપ્પાની સલાહના આધારે પ્રેમા રાવતે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ડિસ્ટ્રિક્ટ લેવલથી લઈને વિમેન્સ પ્રીમિયર લીગની ટ્રાયલ્સમાં તેણે લેગ-સ્પિન બોલિંગ, બૅટિંગ અને ફીલ્ડિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા.
પ્રેમા રાવત ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પોતાનો આઇડલ માને છે. ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇન્ડિયા-A ટીમ માટે શાનદાર પ્રદર્શન કરનાર પ્રેમા રાવતને ૨૦૨૪માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ૧.૨૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. ૨૪ વર્ષની પ્રેમા રાવત વર્લ્ડ કપ સમયે ભારતીય સિનિયર ટીમ માટે પહેલી વખત રમતી જોવા મળી શકે છે.
