કાર એટલી અનકન્વેન્શનલ છે કે એ ડ્રાઇવ કરી શકવી એ પણ એક ચૅલેન્જ છે. આ અલ્ટ્રા-સ્લિમ કારને સોશ્યલ મીડિયાએ જ વર્લ્ડની સ્કિનિએસ્ટ કાર એટલે કે સૌથી પાતળી કારનું બિરુદ આપ્યું છે.
સૌથી ટચૂકડી કાર બહુ પહેલાં બની ચૂકી છે જેમાં સાવ ટચૂકડા કદનો માણસ જ બેસી શકે
સૌથી ટચૂકડી કાર બહુ પહેલાં બની ચૂકી છે જેમાં સાવ ટચૂકડા કદનો માણસ જ બેસી શકે એમ છે. જોકે સોશ્યલ મીડિયા પર એક સૌથી પાતળી કારની હોડમાં મૂકી શકાય એવી કારનો વિડિયો વાઇરલ થયો છે. ફીઆટ પાન્ડાનું મૉડિફાઇડ વર્ઝન બનાવવામાં આવ્યું છે જે એટલું પાતળું છે કે એમાં એક વ્યક્તિ માંડ બેસી શકે છે અને એ પણ જો તે પાતળી હોય તો જ. ડ્રાઇવિંગ માટેનું સ્ટીઅરિંગ ફેરવવા માટે પણ પૂરતી જગ્યા નથી એટલે કારની બારીના કાચ ખુલ્લા રાખવા પડે એમ છે. આ કાર એટલી અનકન્વેન્શનલ છે કે એ ડ્રાઇવ કરી શકવી એ પણ એક ચૅલેન્જ છે. આ અલ્ટ્રા-સ્લિમ કારને સોશ્યલ મીડિયાએ જ વર્લ્ડની સ્કિનિએસ્ટ કાર એટલે કે સૌથી પાતળી કારનું બિરુદ આપ્યું છે.


