બ્રિટનના ૨૪ વર્ષના ટાયલર બુકાનન નામના યુવાને અમેરિકાની કંપનીઓની સિસ્ટમ હૅક કરીને કરોડો રૂપિયાની વર્ચ્યુઅલ કરન્સી ચોરી હતી. ટાયલર અને તેની ટીમ કંપનીઓના કર્મચારીઓને નકલી મેસેજ મોકલતા.
પ્રતીકાત્મક તસવીર
બ્રિટનના ૨૪ વર્ષના ટાયલર બુકાનન નામના યુવાને અમેરિકાની કંપનીઓની સિસ્ટમ હૅક કરીને કરોડો રૂપિયાની વર્ચ્યુઅલ કરન્સી ચોરી હતી. ટાયલર અને તેની ટીમ કંપનીઓના કર્મચારીઓને નકલી મેસેજ મોકલતા. આ મેસેજ એવા હતા જાણે કે કંપની કે કોઈ સપ્લાયરે મોકલ્યા હોય. ટાયલરની ગૅન્ગે ખાસ ફિશિંગ કિટ બનાવી હતી જે નકલી વેબસાઇટ પર નાખેલી લૉગ-ઇન ડીટેલ્સ પર સીધી પહોંચતી હતી અને આ જાણકારી ટેલિગ્રામ ચૅનલ પર શૅર કરવામાં આવતી હતી. આ જાહેર માહિતીના આધારે અકાઉન્ટ હૅક કરીને ક્રિપ્ટોકરન્સી ચોરવામાં આવતી હતી. ટાયલરની ગૅન્ગે ૮ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૭૪ કરોડ રૂપિયાની વર્ચ્યુઅલ કરન્સી તફડાવી લીધી હતી. આ ભાઈ હવે અમેરિકાની પોલીસ-કસ્ટડીમાં છે અને તેને વધુમાં વધુ બાવીસ વર્ષની સજા થાય એવી સંભાવના છે.
