Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હજારો રશિયન બાજ ઊડીને પહોંચ્યાં રાજસ્થાન

હજારો રશિયન બાજ ઊડીને પહોંચ્યાં રાજસ્થાન

Published : 27 March, 2026 11:35 AM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જને કારણે બીજા વિસ્તારો રહેવાલાયક બચ્યા નથી

બાજ

અજબ ગજબ

બાજ


રાજસ્થાનના રણમાં હજારો કિલોમીટર દૂરથી આવેલાં ૨૦૦૦ રશિયન બાજોએ ધામા નાખ્યા છે. વૈજ્ઞાનિકો એને ખતરાનો સંકેત ગણે છે. સામાન્ય રીતે આ બાજ અલગ-અલગ જગ્યાએ રહે છે, પરંતુ અહીં તો એકસાથે ૨૦૦૦થી વધુ બાજ પંખીઓ એકઠાં થઈ ચૂક્યાં છે. એનો મતલબ એ છે કે આ બાજ એમની ઓરિજિનલ જગ્યાને છોડીને નવી જગ્યાને પોતાનું રહેઠાણ બનાવી રહ્યાં છે. એનાથી ઇકોસિસ્ટમને નુકસાન થઈ શકે છે. બાજ મોટા ભાગે ખુલ્લા મેદાનમાં રહે છે જ્યાં ભરપૂર ખાવાનું મળી રહેતું હોય અને માણસોની દખલ ઓછી હોય. એક્સપર્ટ્સનું કહેવું છે કે બાજોનાં મૂળ ઠેકાણાં ખાલી થઈ રહ્યાં છે. પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જને કારણે બીજા વિસ્તારો રહેવાલાયક બચ્યા નથી. આ બદલાવ માત્ર બાજ પંખીઓ જ નહીં, અન્ય જીવો પર પણ અસર કરશે. 


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 11:35 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK