Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૧ શહેરોની IPL ટીમો માટે લાગી હતી બોલીઓ દિલ્હીને સૌથી વધુ ૮ બોલીઓ મળી હતી

૧૧ શહેરોની IPL ટીમો માટે લાગી હતી બોલીઓ દિલ્હીને સૌથી વધુ ૮ બોલીઓ મળી હતી

Published : 27 March, 2026 12:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શીટ મુજબ ૧૧ શહેરોમાંથી દિલ્હીને સૌથી વધુ ૮ બોલીઓ મળી હતી જ્યારે કટકને કોઈ બોલી મળી નહોતી.

શીટ

અજબ ગજબ

શીટ


IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ ૨૦૦૮ની IPL સીઝનની મૂળ ફ્રૅન્ચાઇઝીની બિડ-શીટ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. આ શીટ મુજબ ૧૧ શહેરોમાંથી દિલ્હીને સૌથી વધુ ૮ બોલીઓ મળી હતી જ્યારે કટકને કોઈ બોલી મળી નહોતી.

મુંબઈ સૌથી મોંઘી ફ્રૅન્ચાઇઝી તરીકે ઊભરી આવી હતી. એને રિલાયન્સની પેટા કંપની રાઠી પ્રિયા ટ્રેડિંગ દ્વારા ૧૧૧.૯ મિલ્યન ડૉલરની બોલી સાથે હસ્તગત કરવામાં આવી હતી જ્યારે જયપુર ૬૭ મિલ્યન ડૉલરની સૌથી ઓછી ખર્ચાળ ફ્રૅન્ચાઇઝી હતી.



લલિત મોદીએ આ શીટ સાથે રસપ્રદ માહિતી શૅર કરતાં લખ્યું હતું કે ‘૨૦૦૮માં ૨૪  જાન્યુઆરીએ બપોરે ૧૨ વાગ્યે મુંબઈના ક્રિકેટ સેન્ટર ખાતે બોલીઓ લાગી હતી. એ દિવસે સવારે એક ડૉલર ૪૦ રૂપિયાનો હતો. દરેક શહેર માટે મોટી બોલી લગાડનાર કંપનીઓએ બોલીની રકમ ૧૦ વર્ષમાં સમાન હપ્તામાં ચૂકવવાની હતી. 


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK