Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કૅન્ડી ક્રશ ગેમનાં ૨૩,૧૬૫ લેવલ પાર કરી ગયો બિહારનો આ ટીનેજર

કૅન્ડી ક્રશ ગેમનાં ૨૩,૧૬૫ લેવલ પાર કરી ગયો બિહારનો આ ટીનેજર

Published : 08 October, 2026 12:33 PM | Modified : 08 October, 2026 12:33 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્માર્ટફોન આવ્યા પછી સૌથી વધુ ફેમસ થયેલી કોઈ ગેમ હોય તો એ છે કૅન્ડી ક્રશ સાગા

 ટીનેજર ગ્રુપમાં શુભમ કુમારે આ ગેમનું હાઇએસ્ટ લેવલ પાર કરી લીધું છે

ટીનેજર ગ્રુપમાં શુભમ કુમારે આ ગેમનું હાઇએસ્ટ લેવલ પાર કરી લીધું છે


સ્માર્ટફોન આવ્યા પછી સૌથી વધુ ફેમસ થયેલી કોઈ ગેમ હોય તો એ છે કૅન્ડી ક્રશ સાગા. ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આ ગેમનો ચાહક છે. જોકે બિહારના છપરા જિલ્લાના દિઘવારા ગામના ૧૯ વર્ષના શુભમ કુમાર જેવો કૅન્ડી ક્રશ પ્રેમી કોઈ નહીં હોય. ટીનેજર ગ્રુપમાં શુભમ કુમારે આ ગેમનું હાઇએસ્ટ લેવલ પાર કરી લીધું છે અને એ માટે તેનું ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્‍સમાં નામ નોંધાયું છે. તેણે ૨૨,૨૨૨ લેવલ પાર કર્યા એની નોંધ આ રેકૉર્ડમાં છે. જોકે એ પછી પણ શુભમ કુમારનો આ ગેમ રમવાનો ચસકો જરાય ઘટ્યો નથી. આ રેકૉર્ડનું સર્ટિફિકેટ તેના હાથમાં આવે ત્યાં સુધીમાં તો તેણે બીજાં ૧૦૦૦ લેવલ પાર કરી લીધાં છે. હાલમાં કૅન્ડી ક્રશ સાગા ગેમની સત્તાવાર કમ્યુનિટીમાં શુભમ કુમાર ૨૩,૧૬૫ લેવલ પાર કરી ચૂક્યો છે. હજીયે તેનું રમવાનું બંધ નથી થયું. શુભમનું કહેવું છે કે તેને જ્યારે પણ ફ્રી ટાઇમ મળે ત્યારે આ ગેમ રમવા બેસી જાય છે. તેની એકાગ્રતા એટલી સારી છે કે તે નિયત સમય અને નિયત મૂવ્સ કરતાં પહેલાં જ અનેક લેવલ્સ પાર કરી લે છે. આટલાંબધાં લેવલ્સ પાર કરવા માટે તેણે કુલ કેટલા કલાક આ ગેમ પાછળ આપ્યા છે એનો તો તેને પોતાને પણ અંદાજ નથી. તે અત્યારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે અને ભણવામાં પણ હોશિયાર છે. ભણવાના સ્ટ્રેસને દૂર કરવામાં આ ગેમ તેને બહુ મદદરૂપ થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 12:33 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK