આ રેસ્ટોરાંનાં માલિક અદિતિ ડુગર અને શેફ વરુણ ટોટલાણી છે. ‘માસ્ક’ની કાશ્મીરી વાનગીઓ બહુ ફેમસ છે.
What`s Up!
માસ્ક’ રેસ્ટોરાં
સાઉથ કોરિયાની રાજધાની સોલમાં ૨૬ માર્ચે યોજાયેલા એક સમારોહમાં ૨૦૨૪ની એશિયાની બેસ્ટ ૫૦ રેસ્ટોરાંની યાદી બહાર પાડવામાં આવી હતી. આ લિસ્ટમાં ભારતની ત્રણ રેસ્ટોરાંએ સ્થાન મેળવ્યું છે. મુંબઈમાં મહાલક્ષ્મીની શક્તિ મિલ્સ પાસે આવેલી ‘માસ્ક’ રેસ્ટોરાંને ૨૩મું સ્થાન મળ્યું છે. દિલ્હીની ‘ઇન્ડિયન એક્સેન્ટ’ને ૨૬મું અને ચેન્નઈની ‘અવરતાના’ને ૪૪મું સ્થાન મળ્યું છે.
મુંબઈની ‘માસ્ક’ને સતત બીજા વર્ષે ભારતની શ્રેષ્ઠ રેસ્ટોરાં જાહેર કરવામાં આવી છે. આ રેસ્ટોરાંનાં માલિક અદિતિ ડુગર અને શેફ વરુણ ટોટલાણી છે. ‘માસ્ક’ની કાશ્મીરી વાનગીઓ બહુ ફેમસ છે.