Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાઉથ ફ્રાન્સમાં થશે અનંત-રાધિકાનાં બીજા પ્રી-વેડિંગ ફંક્શન્સ

સાઉથ ફ્રાન્સમાં થશે અનંત-રાધિકાનાં બીજા પ્રી-વેડિંગ ફંક્શન્સ

27 April, 2024 09:34 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Anant Radhika Pre Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન ટૂંક સમયમાં જ થવા જઈ રહ્યું છે.

અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ (ફાઈલ તસવીર)

અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ (ફાઈલ તસવીર)


કી હાઇલાઇટ્સ

  1. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓ
  2. ફ્રાન્સમાં મધ-દરિયે આ ક્રૂઝમાં થશે સેલિબ્રેશન
  3. ત્રણેય ખાન પણ થઈ શકે છે સામેલ

Anant Radhika Pre Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન ટૂંક સમયમાં જ થવા જઈ રહ્યું છે.

Anant Radhika Pre Wedding: માત્ર ભારતના જ નહીં પણ વિશ્વના ધનાઢ્યોમાં સ્થાન ધરાવનાર દિગ્ગજ બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના બીજા પ્રી-વેડિંગ ફંક્શન્સનું સેલિબ્રેશન 28થી 30 મે વચ્ચે થશે. એક ન્યૂધ એજન્સીના રિપૉર્ટ પ્રમાણે, અનંત અંબાણીના બીજા પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન ફ્રાન્સના સમુદ્રમાં એક અદ્ભુત ક્રૂઝ શિપ પર થવાનું છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન બંધનમાં બંધાશે.



ત્રણેય ખાન પણ આપશે આ કાર્યક્રમમાં હાજરી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ખૂબ જ ખાનગી રાખવામાં આવશે. આમાં અંબાણી પરિવાર સાથે જોડાયેલા ખાસ લોકોને જ સામેલ કરવામાં આવશે. સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન આ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી શકે છે. આ સિવાય કપૂર પરિવારમાંથી આલિયા ભટ્ટ પણ જોડાઈ શકે છે. નોંધનીય વાત એ છે કે આકાશ અંબાણી રણબીર કપૂરનો ખૂબ સારો મિત્ર છે. આ ફંક્શનમાં બચ્ચન પરિવાર પણ ભાગ લઈ શકે છે.


દક્ષિણ ફ્રાન્સ ક્રૂઝ ટુરિઝમ માટે છે પ્રખ્યાત
Anant Radhika Pre Wedding: દક્ષિણ ફ્રાન્સ તેની અપાર સુંદરતા અને સુંદર સમુદ્ર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંનું ક્રૂઝ ટુરિઝમ આખી દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે. દુનિયાભરમાંથી લોકો અહીં ક્રૂઝ પર પાર્ટી કરવા આવે છે.

માર્ચમાં થયું હતું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન
અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું. આ ફંકશનમાં દેશ અને દુનિયાના ઘણા પ્રખ્યાત લોકોએ પોતાની હાજરી નોંધાવી હતી. આ ફંક્શનમાં બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ અને આનંદ મહિન્દ્રા જેવી ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. અંબાણી પરિવારે 1 માર્ચથી 3 માર્ચ વચ્ચે ચાલનારા આ ફંક્શનમાં કુલ 1200 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ ફંક્શનમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ ફંક્શનમાં ઇન્ટરનેશનલ સ્ટાર્સ રિહાન્ના અને એકોને શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.


ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં ગુજરાતના જામનગરમાં એક ભવ્ય અને સ્ટાર-સ્ટડેડ પ્રી-વેડિંગ ઈવેન્ટ બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani and Radhika Merchant) જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાશે. એવા અહેવાલો આવી રહ્યા છે કે આ બહુપ્રતિક્ષિત લગ્ન લંડનના એક ભવ્ય સ્થળે યોજાશે. જોકે, હવે ઈન્સ્ટાગ્રામ પરના એક પાપારાઝી એકાઉન્ટે દાવો કર્યો છે કે લગ્ન લંડન કે અબુ ધાબીમાં નહીં, પરંતુ મુંબઈમાં જ થશે. જોકે, આ સમાચાર અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

અગાઉ, ઈન્ડિયા ટુડેના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani and Radhika Merchant)ના લગ્ન જુલાઈમાં લંડનમાં તેમના સ્ટૉક પાર્ક એસ્ટેટમાં થવાના છે. વરરાજાના મમ્મી નીતા અંબાણી તમામ વ્યવસ્થાની દેખરેખ કરી રહ્યાં હોવાનું કહેવાય છે. અનંતે અગાઉ તેમની સફળતાનો શ્રેય તેમની માતા નીતા અંબાણીને આપ્યો હતો, જેમણે એકલા હાથે ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2024 09:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK