Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મહિલાની આળસે તેને કરોડપતિ બનાવી દીધી : અઠવાડિયામાં માત્ર ૩ દિવસ કામ કરવાનું જેમાં વર્ષે બે કરોડ રૂપિયાની કમાણી

મહિલાની આળસે તેને કરોડપતિ બનાવી દીધી : અઠવાડિયામાં માત્ર ૩ દિવસ કામ કરવાનું જેમાં વર્ષે બે કરોડ રૂપિયાની કમાણી

01 May, 2024 08:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે ફક્ત સોમવારથી બુધવાર દરમ્યાન ૨૦ કલાક જ કામ કરે છે.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


કામના કલાકો ઘટે અને આવક વધે એવી જૉબ કરવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. કેટલાક લોકો આ સપનું ખરેખર હકીકતમાં બદલી નાખે છે. બર્નડેટ જૉય નામની મહિલા વર્ષે બે કરોડથી વધુ રૂપિયા કમાય છે અને સામે અઠવાડિયામાં ત્રણ જ દિવસ કામ કરે છે. બર્નડેટે ૨૦૧૯માં પોતાનો ધમધોકાર ચાલતો બિઝનેસ બંધ કરી દીધો હતો, કારણ કે તે આળસુ હતી અને આટલા બધા કલાક કામ કરવામાં માનતી નહોતી. તે સાઇડમાં એક પૉડકાસ્ટ ચલાવતી હતી જેમાં મૉર્ગેજ, સ્ટુડન્ટ લોન અને હાઉસિંગ એક્સ્પેન્સ ચૂકવવાની તેની જર્ની વિશે ચર્ચા કરતી હતી. બિઝનેસમાં ડિગ્રી મેળવી હોવાથી આ મહિલાએ પૉડકાસ્ટમાંથી આવક રળવાનું શરૂ કર્યું. ‘ક્રશ યૉર મની ગોલ્સ’ નામનું આ પૉડકાસ્ટ એવું ચાલ્યું કે ૨૦૨૩માં તેણે ૨.૩ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. જૉયનું કહેવું છે કે તે ફક્ત સોમવારથી બુધવાર દરમ્યાન ૨૦ કલાક જ કામ કરે છે. તે ભલે આળસુ સ્વભાવની છે, પણ એ દરમ્યાન તે ખૂબ મહેનત અને ફોકસ રાખીને પોતાનું કામ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK