Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇટલીના આ શહેરમાં મધરાત પછી આઇસક્રીમ અને પીત્ઝા ખાનારાઓ સામે પગલાં લેવામાં આવશે

ઇટલીના આ શહેરમાં મધરાત પછી આઇસક્રીમ અને પીત્ઝા ખાનારાઓ સામે પગલાં લેવામાં આવશે

02 May, 2024 10:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શહેરના રહેવાસીઓનું કહેવું છે કે લોકો મોડે સુધી ગ્રુપમાં બેઠા હોય છે અને તેમના અવાજને કારણે તેમની ઊંઘ ખરાબ થાય છે.

ઇટલીના રાષ્ટ્રધ્વજની તસવીર

અજબ ગજબ

ઇટલીના રાષ્ટ્રધ્વજની તસવીર


મોટાં શહેરોમાં નાઇટ-લાઇફનું અલગ જ આકર્ષણ હોય છે, પણ ઇટલીના મિલાન શહેરમાં લોકો ઘોંઘાટથી એટલા કંટાળી ગયા છે કે હવે અહીં મિડનાઇટ સ્નૅક્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે. શહેરના રહેવાસીઓનું કહેવું છે કે લોકો મોડે સુધી ગ્રુપમાં બેઠા હોય છે અને તેમના અવાજને કારણે તેમની ઊંઘ ખરાબ થાય છે. આ પગલું શાંતિ તેમ જ સ્વાસ્થ્ય માટે પણ એટલું જ જરૂરી છે. જો નવો કાયદો પસાર થશે તો આગામી મહિનાથી નવેમ્બર સુધી મિલાનમાં મધરાત પછી પીત્ઝા, આઇસક્રીમ, ડ્રિન્ક્સ સહિતના ટેકઅવે ફૂડ પર પ્રતિબંધ મુકાઈ જશે. બીજી તરફ આઇસક્રીમ વેચનારાએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે, કારણ કે તેઓ ઇટાલિયન સંસ્કૃતિના ભાગરૂપે મોડી રાત સુધી જિલાટો વેચવા ટેવાયેલા છે. ૨૦૧૩માં પણ મિલાને મોડી રાત પછી આઇસક્રીમ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારે આ પ્રસ્તાવનો ભારે વિરોધ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK