Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જપાનમાં મળે છે સૌથી મોંઘી કેરી, એક પીસની કિ‍ંમત છે ૧૯,૦૦૦ રૂપિયા

જપાનમાં મળે છે સૌથી મોંઘી કેરી, એક પીસની કિ‍ંમત છે ૧૯,૦૦૦ રૂપિયા

10 May, 2023 01:55 PM IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

 હિરોયુકા નાકાગોવા ૨૦૧૧ના જપાનના બરફીલા પ્રદેશમાં કેરી ઉગાડે છે

સૌથી મોંઘી કેરી

Offbeat News

સૌથી મોંઘી કેરી


જપાનના હોક્કાઇડુ ટાપુ પર એક ધુમ્મસવાળા ગ્રીન હાઉસની અંદર હિરોયુકા નાકાગોવા ઝાડ પર પાકેલી કેરી તોડે છે અને એને પૅક કરે છે. ડિસેમ્બરમાં બહારનું તાપમાન માઇનસ ૮ ડિગ્રી સેલ્સિયસ છે, પરંતુ ગ્રીન હાઉસની અંદર થર્મોમીટર ૩૬ ડિગ્રી સેલ્સિસની આસપાસ દેખાડે છે.  હિરોયુકા નાકાગોવા ૨૦૧૧ના જપાનના બરફીલા પ્રદેશમાં કેરી ઉગાડે છે. તેની એક કેરીની કિંમત ૨૩૦ ડૉલર (અંદાજે ૧૯,૦૦૦ રૂપિયા) છે. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે કેરીની આટલી કિંમત આવશે. અગાઉ વર્ષો સુધી ૬૨ વર્ષના હિરોયુકા નાકાગોવા પેટ્રોલિયમ કંપની ચલાવતા હતા. મિયાઝાકીના એક ખેડૂતે હિરોયુકા નાકાગોવને કહ્યું કે શિયાળામાં પણ કેરી ઉગાડવી શક્ય છે. તેમની કેરીની બ્રૅન્ડને હકુગિન નો તાઇકો તરીકે ટ્રેડમાર્ક આપ્યો હતો જેનો અર્થ થાય છે બરફમાં સૂર્ય. હિરોયુકા નાકાગોવાનું વતન બરફ અને ગરમ ઝરણાં માટે જાણીતું છે. શિયાળામાં તે બરફનો સંગ્રહ કરે છે અને ઉનાળામાં એના ઉપયોગથી ગ્રીન હાઉસને ઠંડું રાખે છે. એને કારણે આંબાને મોર આવવામાં વિલંબ થાય છે. ત્યાર બાદ શિયાળામાં ગ્રીન હાઉસને ગરમ રાખવા માટે કુદરતી ગરમ પાણીનાં ઝરણાંનો ઉપયોગ કરે છે અને સીઝનમાં અંદાજે ૫૦૦૦ કેરીની લણણી કરે છે. ઠંડીમાં કેરી પાકતાં આસપાસ બહુ ઓછા જંતુઓ હોય છે, પરિણામે જંતુનાશકનો ઉપયોગ થતો નથી. વળી ઉનાળામાં જેમ મજૂરની અછત હોય એવી અછત શિયાળામાં નથી હોતી. હિરોયુકા નાકાગોવાનો દાવો છે કે તેની કેરી અન્ય કેરી કરતાં ઘણી મીઠી છે. ૨૦૧૪માં ટોક્યોના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કેરી પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં એક કેરી ૪૦૦ ડૉલર (અંદાજે ૩૩,૦૦૦ રૂપિયા)માં વેચાઈ હતી અને એને ઘણી પ્રસિદ્ધિ મળી હતી. ત્યાર બાદ તેને વેબસાઇટ પર જ ઑર્ડર મળી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2023 01:55 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK