ફેંકી દેવામાં આવેલા આ પાસ્તાનો ફોટો નીના જોચનોવિટ્ઝ નામની એક સ્થાનિક વ્યક્તિએ ફેસબુક પર પોસ્ટ કરતાં એ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે
અમેરિકાના જંગલમાં મળ્યા ૨૨૦ કિલો પાસ્તા
અમેરિકાના ન્યુ જર્સીના જંગલમાં જૂના બ્રિજ પાસે ૨૮ એપ્રિલની આસપાસના દિવસોમાં એક ઝરણાની નજીક લગભગ ૫૦૦ પાઉન્ડ (લગભગ ૨૨૦ કિલો) પાસ્તા રહસ્યમય રીતે ફેંકી દેવામાં આવ્યા હોવાની વિચિત્ર ઘટના બની છે. ફેંકી દેવામાં આવેલા આ પાસ્તાનો ફોટો નીના જોચનોવિટ્ઝ નામની એક સ્થાનિક વ્યક્તિએ ફેસબુક પર પોસ્ટ કરતાં એ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. પાસ્તામાં સૉસ, ગ્રેવી કે ચીઝ કાંઈ પણ ન હોવાને કારણે એ પાસ્તા રાંધેલા છે કે નહીં એ વિશે વિરોધાભાસી રિપોર્ટ મળ્યા છે. પબ્લિક વર્ક્સના બે કર્મચારીઓને આ પાસ્તાનો ઢગલો સાફ કરવામાં એક કલાક લાગ્યો હતો. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : ઇટલીના જંગલમાં મળ્યા ૨૦૦૦ વર્ષ જૂના સિક્કા
ADVERTISEMENT
આ વિસ્તારની આસપાસ રહેતા લોકોનું માનવું છે કે પાસ્તા કોણે ફેંક્યા એ વિશે તેમને જાણ છે. કેટલાક અહેવાલ મુજબ રાંધ્યા વિનાના આ પાસ્તા એકદમ સૂકા હતા તથા વરસાદ તથા ભેજને કારણે પોચા થઈ ગયા હતા. નીના જોચનોવિટ્ઝે કહ્યું કે સિક્યૉરિટી કૅમેરામાં એક વ્યક્તિ તેની માતાના મૃત્યુ બાદ ઘરમાંથી પાસ્તા કાઢી રહ્યો હોવાનું ઝડપાયું છે. આ વ્યક્તિ નિવૃત્ત લશ્કરી અધિકારી હોવાથી તે તેના સંપર્કમાં હોવા છતાં તેનું નામ જાહેર કરી ફરીથી તેને દુઃખ આપવા નથી માગતી.


