Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આને કહેવાય રિયલ શેરની

આને કહેવાય રિયલ શેરની

14 January, 2022 09:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્સ્ટાગ્રામના સેફ ગૅલરી પેજ પર પોસ્ટ કરાયા બાદ આ વિડિયોને અત્યાર સુધી ૧.૩૯ લાખ વખત જોવાયો છે અને ૬૦૦૦ કરતાં વધુ લાઇક્સ મળી છે.

આને કહેવાય રિયલ શેરની

આને કહેવાય રિયલ શેરની


સોશ્યલ મીડિયા પર પ્રાણીઓના વિડિયો ખૂબ પસંદ કરાય છે, એમાંય જંગલી પ્રાણીઓ સાથેના વિડિયો લોકોને આશ્ચર્ય પમાડે છે. તાજેતરમાં એક મહિલાનો ૬ સિંહણ સાથેનો વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરાયો છે, જેમાં જંગલમાં ૬ સિંહણો સાથે તે એકદમ સામાન્ય બનીને ફરી રહી છે. તે એક સિંહણની પૂંછડી પકડીને જંગલમાં એકદમ સામાન્ય બનીને ચાલી રહી છે, જાણે તે પોતાનનાં પાળેળાં પ્રાણીઓ સાથે ફરી રહી હોય.  આ વિડિયો જોઈને નેટિઝન્સ પણ અચંબિત છે. વિડિયોને જુદા-જુદા ઍન્ગલથી પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જેની છેલ્લી ફ્રેમમાં મહિલા એક સિંહણની પૂંછડી પકડીને ચાલી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આ ૬માંથી એક પણ સિંહણે ન તો મહિલા પર કે ન તો વિડિયોગ્રાફર પર હુમલો કર્યો હતો. ઇન્સ્ટાગ્રામના સેફ ગૅલરી પેજ પર પોસ્ટ કરાયા બાદ આ વિડિયોને અત્યાર સુધી ૧.૩૯ લાખ વખત જોવાયો છે અને ૬૦૦૦ કરતાં વધુ લાઇક્સ મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2022 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK