Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બોલો, જેલની કોટડી ફિટ કરેલા આ ફ્લૅટનું ભાડું મહિને ૭૭,૦૦૦ રૂપિયા

બોલો, જેલની કોટડી ફિટ કરેલા આ ફ્લૅટનું ભાડું મહિને ૭૭,૦૦૦ રૂપિયા

24 April, 2024 11:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર્કિટેક્ટને શું સૂઝ્‍‍યું કે તેણે ફ્લૅટની ડિઝાઇનમાં એક જેલનો સેલ રાખવાનું નક્કી કર્યું

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


વિદેશમાં ઠીકઠાક સ્પેસ ધરાવતો સ્ટુડિયો અપાર્ટમેન્ટ મળે તોય લોકો ખુશ થઈ જાય છે અને લાખો રૂપિયા ભાડું ભરે છે. ઇન્ટરનેટ પર હમણાં યુનાઇટેડ કિંગડમ (UK)ના એક અપાર્ટમેન્ટનો વિડિયો વાઇરલ થયો છે જેનું ભાડું મહિને ૭૭,૧૮૭ રૂપિયા છે. આ અપાર્ટમેન્ટ આમ તો પ્રમાણમાં મોટો છે પણ એમાં એક વસ્તુ ધ્યાન ખેંચે છે એ છે લિવિંગરૂમમાં આવેલી જેલની કોટડી. આ પ્રૉપર્ટી વાસ્તવમાં કન્વર્ટેડ પોલીસ-સ્ટેશનની અંદર આવેલી છે. ૨૦૧૭માં પોલીસ-સ્ટેશન બંધ થયા બાદ એને ફ્લૅટમાં તબદીલ કરવામાં આવ્યું હતું. આર્કિટેક્ટને શું સૂઝ્‍‍યું કે તેણે ફ્લૅટની ડિઝાઇનમાં એક જેલનો સેલ રાખવાનું નક્કી કર્યું. આ ફ્લૅટમાં મૉડર્ન ફલોરિંગ અને ફીચર્સ છે. એક સોશ્યલ મીડિયા યુઝરે રમૂજ કરી કે બાળકો બહુ તોફાન કરે તો આ કોટડી ઉપયોગી થશે. તો અન્ય એક વ્યક્તિએ એમાં સુંદર હોમ ઑફિસ સ્પેસ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2024 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK