મૅક્સ ઍલેક્ઝાન્ડર નામનો ૮ વર્ષનો છોકરો જાણે ફૅશન-ડિઝાઇનર બનવા માટે જ જન્મ્યો છે. ચાર વર્ષની ઉંમરે તેણે એક મૅનિકિન માટે કપડાં ડિઝાઇન કર્યાં હતાં અને એમાં તેની મમ્મીએ જરાય મદદ નહોતી કરી.
અજબગજબ
મૅક્સ ઍલેક્ઝાન્ડર
મૅક્સ ઍલેક્ઝાન્ડર નામનો ૮ વર્ષનો છોકરો જાણે ફૅશન-ડિઝાઇનર બનવા માટે જ જન્મ્યો છે. ચાર વર્ષની ઉંમરે તેણે એક મૅનિકિન માટે કપડાં ડિઝાઇન કર્યાં હતાં અને એમાં તેની મમ્મીએ જરાય મદદ નહોતી કરી. જોકે એ પછી તો તેને ફૅશન-શો જોવામાં એટલો રસ પડવા માંડ્યો કે તે ગેમ્સ રમવાને બદલે ફૅશન-શો માટે જાતજાતનાં કપડાં ડિઝાઇન કરવા માંડ્યો. એક વર્ષ પહેલાં મૅક્સે ન્યુ યૉર્કમાં ફૅશન-વીકમાં જાતે ડિઝાઇન કરેલાં અને જાતે જ સીવેલાં કપડાં રજૂ કર્યાં હતાં. આ પહેલાંથી જ તેણે જાતે કપડાં બનાવીને એ વેચવાનું કામ શરૂ કરી દીધું હતું.
ADVERTISEMENT
જોકે ન્યુ યૉર્ક ફૅશન-વીકમાં તેનું કામ વખણાતાં હવે તે ઇન્ટરનૅશનલી જાણીતો ડિઝાઇનર બની ચૂક્યો છે અને તેની આ સિદ્ધિની ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ નોંધ લેવાઈ છે. તેને યંગેસ્ટ ફૅશન-ડિઝાઇનરનો ખિતાબ આપવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા પર તેના ૩૦ લાખથી વધુ ફૉલોઅર્સ છે.