ચામચુરી નામની હાથણીએ ટ્વિન્સને જન્મ આપ્યો છે
ચામચુરી
ટ્વિન્સનું જન્મવું જેટલું માણસોમાં કૉમન છે એટલું જ અનકૉમન છે હાથીઓમાં. જોકે થોડા દિવસ પહેલાં થાઇલૅન્ડના અયુથાયા એલિફન્ટ પૅલેસમાં આ ઘટના બની છે. ચામચુરી નામની હાથણીએ ટ્વિન્સને જન્મ આપ્યો છે. આ ઘટના હજી પણ વધુ રૅર એટલા માટે છે, કેમ કે એનું એક બચ્ચું નર છે અને બીજું માદા છે.
વિશ્વમાં અત્યાર સુધીમાં આવું ત્રીજું નર-માદા હાથીનું જોડકું છે. નર બચ્ચું પહેલાં જન્મ્યું હતું અને ૧૮ મિનિટ પછી એની બહેન જન્મી હતી. બીજું બાળક પેદા થયું ત્યારે આશ્ચર્ય પામેલા તેના કૅરટેકરનું કહેવું હતું કે ‘હું પોતે નહીં, ચામચુરી ખુદ નવાઈ પામી હોય એવું લાગતું હતું.’

