પ્રાપપૉર્નને સ્કૅન્ડલની તપાસ પૂરી થાય ત્યાં સુધી ડેમોક્રેટ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
પ્રાપપૉર્ન ચોઇવાડકોહ
થાઇલૅન્ડમાં મહિલા નેતા અને તેના અડૉપ્ટેડ દીકરાના અફેરના અહેવાલોથી સોશ્યલ મીડિયા પણ ગરમાઈ ગયું છે. ૪૫ વર્ષની પ્રાપપૉર્ન ચોઇવાડકોહને તેના પતિએ ૨૪ વર્ષના દીકરા સાથે રંગરેલિયાં મનાવતાં ઝડપી લીધી હતી. તેમના દત્તક પુત્રનું નામ ફ્રા મહા છે અને તે સાધુ છે. પ્રાપપૉર્ન અને તેમના પતિ ટી ચોઇવાડકોહે ગયા વર્ષે ફ્રા મહાને એક મંદિરમાંથી અડૉપ્ટ કર્યો હતો.
૬૪ વર્ષના ટી ચોઇવાડકોહને મા-દીકરાના અફેરની પહેલાંથી જ શંકા હતી અને તેમને રંગે હાથ પકડવાની યોજના બનાવી હતી. ટીએ તેમનો એક વિડિયો પણ રેકૉર્ડ કર્યો હતો, જેમાં તે પત્નીને પૂછે છે કે તમે ખુશ છો? ત્યારે મહિલા કહે છે કે અમે માત્ર ચૅટિંગ કરતાં હતાં. પ્રાપપૉર્નને સ્કૅન્ડલની તપાસ પૂરી થાય ત્યાં સુધી ડેમોક્રેટ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર વિડિયો વાઇરલ થતાં એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી, ‘આ સમાચાર તો વિસ્ફોટક છે. અમીરોની દુનિયા ખરેખર આકર્ષક અને અસ્તવ્યસ્ત છે.’

