આ બૅગ બનાવનાર લોકો મોટા ભાગના ચાઇનીઝ ઇમિગ્રન્ટ્સ છે
બૅગ
લક્ઝરી બૅન્ડ ડિઓરનું એક શૉકિંગ સીક્રેટ બહાર આવ્યું છે. આ કંપનીની બ્રૅન્ડ દુનિયાભરમાં ફેમસ છે. હાઈ સોસાયટીવાળાઓ અને સેલિબ્રિટીઝ આ બ્રૅન્ડની બૅગનો ઉપયોગ કરે છે. હાલમાં ઇટાલિયન પોલીસે આ કંપનીના પ્રોડક્શન-યુનિટ પર રેઇડ પાડી હતી. આ ઇન્વેસ્ટિગેશન દરમ્યાન કંપનીનું એક ડાર્ક સીક્રેટ બહાર આવ્યું છે. આ કંપનીની બૅગ ૫૭ ડૉલર (અંદાજે ૪૭૪૦ રૂપિયા)માં બને છે અને એ ૨૭૮૦ ડૉલર (અંદાજે ૨.૩૨ લાખ રૂપિયા)માં વેચે છે. હાલમાં ડિઓર કંપનીના થર્ડ-પાર્ટી સપ્લાયરે કહ્યું હતું કે કંપનીમાં વ્યક્તિઓ સાથે અમાનવીય વ્યવહાર થાય છે એટલે કંપની પર રેઇડ પાડવામાં આવી હતી. ડિઓરની જેમ અન્ય લક્ઝરી બ્રૅન્ડ અરમાની પણ આવું જ કરી રહી છે. અરમાની ૯૯ ડૉલર (૮૨૬૦ રૂપિયા)માં બૅગ બનાવે છે અને એ ૧૯૦૦ ડૉલર (અંદાજે ૧.૫૮ લાખ રૂપિયા)માં વેચે છે. આ બૅગ બનાવનાર લોકો મોટા ભાગના ચાઇનીઝ ઇમિગ્રન્ટ્સ છે. તેમની પાસે ડૉક્યુમેન્ટ્સ નથી હોતા એટલે તેમનું શોષણ કરવામાં આવે છે. તેમની પાસે વધુ પડતું કામ કરાવવામાં આવે છે અને ઘણા ઓછા પૈસા અપાય છે.


