Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સારા નઝારા માટે ૩૨ વૃક્ષો કાપનારા અબજોપતિને ૧૦.૭૦ લાખનો દંડ થયો

સારા નઝારા માટે ૩૨ વૃક્ષો કાપનારા અબજોપતિને ૧૦.૭૦ લાખનો દંડ થયો

02 March, 2024 10:18 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક અબજોપતિએ તેના ‘વ્યુ’ આડે આવતાં ૩૨ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હતું.

અબજોપતિએ તેના ‘વ્યુ’ આડે આવતાં ૩૨ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હતું

અબજોપતિએ તેના ‘વ્યુ’ આડે આવતાં ૩૨ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હતું


એક તરફ ગ્લોબલ વૉર્મિંગની ગંભીર અસરોને લઈને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તો બીજી તરફ એવા લોકો પણ છે જેઓ વ્યક્તિગત લાભ માટે પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં સહેજ પણ ખચકાટ નથી અનુભવતા. યુએસએના ન્યુ જર્સીમાં આવી જ એક કમનસીબ ઘટના બની હતી, જેમાં એક અબજોપતિએ તેના ‘વ્યુ’ આડે આવતાં ૩૨ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હતું.

ગ્રાન્ટ હેબર ઍ​ન્ટિ-ટેરરિઝમ કંપનીમાં સિનિયર પદ પર કાર્યરત છે અને તે કિનેલોન, ન્યુ જર્સીમાં અબજોની કિંમતની ભવ્ય હવેલીમાં રહે છે. ન્યુ યૉર્ક સ્કાયલાઇનનો અદ્ભુત વ્યુ મેળવવા માટે તેણે પાડોશી સમીહ શિનવેની માલિકીની જમીન પર ઓક, બર્ચ, મેપલ જેવાં ૩૨ વૃક્ષો કપાવી નાખ્યાં હતાં. સમીહે ગ્રાન્ટ સામે કેસ દાખલ કર્યા બાદ તેને પ્રતિવૃક્ષ ૧,૦૦૦ ડૉલર (૮૨,૮૬૬ રૂ​પિયા) એમ કુલ ૩૨,૦૦૦ ડૉલર (૨૬.૫૦ લાખ રૂ​પિયા)નો દંડ થયો હતો. જોકે ગ્રાન્ટ દંડની રકમ ૧૩,૦૦૦ ડૉલર (૧૦.૭ લાખ રૂ​પિયા) સુધી ઘટાડવામાં સફળ રહ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2024 10:18 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK