બૅન્ગલોરના ૨૭ વર્ષના યુવાને રેડિટ નામની સોશ્યલ સાઇટ પર કહ્યું કે તેણે જે રસોઇયો રાખ્યો છે તેણે પણ પોતાને માટે રસોઇયો રાખ્યો છે.
અજબગજબ
વાયરલ પોસ્ટ
આ વાંચીને પગ તળેથી ધરતી ખસી ન જાય એ જોજો. કારણ કે વાત જ એવી છે. બૅન્ગલોરના ૨૭ વર્ષના યુવાને રેડિટ નામની સોશ્યલ સાઇટ પર કહ્યું કે તેણે જે રસોઇયો રાખ્યો છે તેણે પણ પોતાને માટે રસોઇયો રાખ્યો છે. આ વાત સાંભળીને યુવાન પોતે સડક થઈ ગયો. તેણે પોતાના રસોઇયાને ઘરનાં કામ કરવા માટે બાઈ શોધી લાવવા કહ્યું હતું. રસોઇયાએ કહ્યું કે એક બાઈ છે, પણ તે ૩૦૦૦ રૂપિયા લેશે. યુવાને કહ્યું કે મારા 2BHK ફ્લૅટમાં પહેલાંની કામવાળી હતી તેને ૨૦૦૦ રૂપિયા આપતો હતો. એ પછી રસોઇયાએ કહ્યું કે પોતે 1BHK અપાર્ટમેન્ટમાં રહે છે તો પણ તેણે રસોઇયો રાખ્યો છે અને તેને મહિને ૨૫૦૦ રૂપિયા ચૂકવે છે અને કામવાળી બાઈને ૩૦૦૦ રૂપિયાનો પગાર આપે છે. આ પોસ્ટ વાઇરલ થઈ તો બીજા કેટલાક લોકોએ પણ પોતાનાં દુઃખડાં રોયાં હતાં. એકે કહ્યું કે મારો રસોઇયો ફ્લાઇટમાં ઘરે ગયો હતો.