ચાવાળાના સ્ટૉલ પર સૂરીલા સંગીત સાથે ચા પીવાની મજા જ કંઈક ઑર છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
નાગપુરના ડોલી ચાવાળા પછી હવે સુરતના ગીત ગાતા ચાવાળાએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી છે. ડુમસ પાસે ચાનો સ્ટૉલ ચલાવતા વિજયભાઈ પટેલ ચા બનાવતાં-બનાવતાં કરાઓકે પર ગીત ગાય છે. વિજયભાઈ ‘અમર પ્રેમ’નું કિશોરકુમારે ગાયેલું ‘ચિનગારી કોઈ ભડકે... ’ ગીત કરાઓકે પર ગાઈ રહ્યા છે અને તેના સૂરતાલ પણ ગાયક જેવા જ છે. મુંબઈના સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર વિરલ ભાયાણીએ તેમની વિડિયો-ક્લિપ જેવી સોશ્યલ મીડિયા પર મૂકી એના ત્રણ જ કલાકમાં એને અઢી લાખ વ્યુઝ મળી ચૂક્યા હતા. આટલું સરસ કોઈ ગાતું હોય તો આ સિંગર ચાવાળાના સ્ટૉલ પર સૂરીલા સંગીત સાથે ચા પીવાની મજા જ કંઈક ઑર છે એવી કમેન્ટ્સ ચોમેરથી આવી રહી છે.

