રામસ્વરૂપ મુંડનું કહેવું છે કે મને ખબર છે કે નોકરી કરીને મહેનત કરીને આજના સમયમાં ઘર ચલાવવું કેટલું મુશ્કેલ છે. મારી પાસે કંઈ ધનના ભંડાર નથી ભર્યા, પરંતુ હું જે વહેંચી રહ્યો છું એ તેમની મહેનત અને માનવતાનો ભાગ છે.
સુરતમાં રામસ્વરૂપ મુંડ નામના ગાર્મેન્ટના વેપારીએ આ દિવાળીએ કર્મચારીઓને ખુશખુશાલ કરી દીધા હતા
સુરતમાં રામસ્વરૂપ મુંડ નામના ગાર્મેન્ટના વેપારીએ આ દિવાળીએ કર્મચારીઓને ખુશખુશાલ કરી દીધા હતા. તેમણે દરેક કર્મચારીને ૧-૧ લાખ રૂપિયા આપીને સૌનું દિલ જીતી લીધું હતું.
દિવાળી પર કર્મચારીઓેને બોનસ આપવું એ કોઈ નવી વાત નથી, પરંતુ મૂળ રાજસ્થાનના બીકાનેરના અને સુરતમાં ગાર્મેન્ટનો ધંધો કરતાં આ શેઠે એવું કર્યું કે માત્ર તેમની દુકાન જ નહીં, આખા ગાર્મેન્ટ-માર્કેટમાં પણ એની ચર્ચા થવા લાગી. તેમની દુકાનમાં કુલ ૫૦ લોકોનો સ્ટાફ કામ કરે છે. તેમણે દરેકને એકસરખું બોનસ આપ્યું હતું. રામસ્વરૂપ મુંડનું કહેવું છે કે મને ખબર છે કે નોકરી કરીને મહેનત કરીને આજના સમયમાં ઘર ચલાવવું કેટલું મુશ્કેલ છે. મારી પાસે કંઈ ધનના ભંડાર નથી ભર્યા, પરંતુ હું જે વહેંચી રહ્યો છું એ તેમની મહેનત અને માનવતાનો ભાગ છે. દિવાળીની લક્ષ્મી અને ખુશી માત્ર એક-બે ઘર સુધી સીમિત ન રહેવી જોઈએ. મારી સાથે દિવસ-રાત મહેનત કરતા કર્મચારીઓનાં ઘરોમાં પણ પૈસાનો વરસાદ થવો જોઈએ, કેમ કે મારી સફળતામાં તેમનો પણ ફાળો છે.’
