પ્લમ્બરનું આ કાર્ટૂન કૅરૅક્ટર જૅપનીઝ બાળકોમાં એટલું પ્રિય છે કે નાના-મોટા બધાનું લાડકું છે. કિકાઈ નામના ભાઈ બાળપણથી આ સુપર મારિયોના જબરા ફૅન રહ્યા છે
કિકાઈ પાસે હજારોની સંખ્યામાં સુપર મારિયોના મેમોરેબિલિયાનું કલેક્શન છે
જૅપનીઝ વિડિયો ગેમ કંપની નિન્તેડોના મૅસ્કોટ સુપર મારિયોની તાજેતરમાં ૪૦મી ઍનિવર્સરી ઊજવાઈ. પ્લમ્બરનું આ કાર્ટૂન કૅરૅક્ટર જૅપનીઝ બાળકોમાં એટલું પ્રિય છે કે નાના-મોટા બધાનું લાડકું છે. કિકાઈ નામના ભાઈ બાળપણથી આ સુપર મારિયોના જબરા ફૅન રહ્યા છે. તેમનું કહેવું છે કે સુપર મારિયો વિનાનું જીવન જ હું તો કલ્પી નથી શકતો. કિકાઈ પાસે હજારોની સંખ્યામાં સુપર મારિયોના મેમોરેબિલિયાનું કલેક્શન છે અને એ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.


