શ્રાવણ મહિનામાં ઉત્તર પ્રદેશમાં ઠેર-ઠેર મેળાઓ ભરાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં થતા આ મેળાઓમાં ‘મોત કા કૂવા’ તરીકે જાણીતા સ્ટન્ટ બહુ પ્રચલિત છે. એમાં મહારાજગંજ જિલ્લાના ઇટહિયા ગામમાં પણ એક દેશી મેળામાં મોતના કૂવામાં સ્ટન્ટ ચાલી રહ્યો હતો ત્યારે...
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
શ્રાવણ મહિનામાં ઉત્તર પ્રદેશમાં ઠેર-ઠેર મેળાઓ ભરાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં થતા આ મેળાઓમાં ‘મોત કા કૂવા’ તરીકે જાણીતા સ્ટન્ટ બહુ પ્રચલિત છે. એમાં મહારાજગંજ જિલ્લાના ઇટહિયા ગામમાં પણ એક દેશી મેળામાં મોતના કૂવામાં સ્ટન્ટ ચાલી રહ્યો હતો ત્યારે એક અજીબોગરીબ ઘટના ઘટી. પચીસ વર્ષનો એક યુવક કૂવામાં બાઇક પર બેસીને વર્ટિકલ ચક્કરો લગાવી રહ્યો હતો ત્યારે એક અકસ્માત થયો. બાઇક ચલાવનાર યુવક સંતુલન ગુમાવીને ૧૫ ફુટ નીચા કૂવામાં પડી ગયો. પહેલાં તો બધાનું ધ્યાન તે બાઇકરને કંઈ થયું નથીને એના પર જ હતું. જોકે બીજી જ ક્ષણે ખબર પડી કે જે બાઇક પરથી યુવક પડ્યો છે એ બાઇક તો હજીયે ગોળ-ગોળ ઘૂમી જ રહી છે. આ બાઇક બે-ચાર રાઉન્ડ માટે નહીં, લગભગ કલાકથી વધુ સમય સુધી ઘૂમતી રહી હતી. આયોજકોએ સ્ટન્ટ રોકવાની કોશિશ કરી, પણ બાઇક કેમેય થંભવાનું નામ નહોતી લેતી. લગભગ કલાક સુધી આમ ચાલ્યું, પરંતુ એ પછી કેટલાક બીજા સ્ટન્ટમેન્સની મદદથી બાઇકને રોકવામાં આવી અને ઘાયલ સ્ટન્ટમૅનને ઇલાજ માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.


