સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક ડૉક્ટર મહિલાના કાનમાં ઘૂસેલો સાપ બહાર કાઢવાની કોશિશ કરે છે. ખૂબ પાતળા દોરી જેવા સાપનું મોં કાનમાંથી બહાર આવ્યું છે અને ડૉક્ટર એને ચીપિયાની મદદથી પકડીને બહાર ખેંચવાની કોશિશ કરે છે.
કાનમાં સાપ ઘૂસી ગયો
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક ડૉક્ટર મહિલાના કાનમાં ઘૂસેલો સાપ બહાર કાઢવાની કોશિશ કરે છે. ખૂબ પાતળા દોરી જેવા સાપનું મોં કાનમાંથી બહાર આવ્યું છે અને ડૉક્ટર એને ચીપિયાની મદદથી પકડીને બહાર ખેંચવાની કોશિશ કરે છે. જોકે ખાસ્સી જહેમત પછી પણ સાપ બહાર આવતો નથી. બલ્કે માથું ઊંચું-નીચું કરીને હલીને ચીપિયાની પકડ દૂર કરી રહ્યો છે. જે અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી છે એમાં લખ્યું છે કે રાતે મહિલા સૂતી હતી ત્યારે સાપ કાનમાં ઘૂસી ગયો, હવે નીકળતો નથી.
જોકે આ વાત શક્ય લાગે એવી નથી. મોટા ભાગના લોકોને આ ઘટના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા ક્રીએટ થઈ હોય એવું લાગે છે. કેટલાક લૉજિકલ સવાલો ઊભા થયા છે. સાપ કદી પાછલા પગે ચાલીને તો કાનમાં ઘૂસ્યો નહીં જ હોય. જો એ મોંએથી કાનમાં આગળ વધ્યો હતો તો કઈ રીતે માથું વાળીને પાછો કાનની બહાર માથું કાઢી શક્યો? શું કાનની અંદર આટલોબધો ગૅપ હોય ખરો કે જેમાં આટલી જાડાઈવાળો સાપ અંદર જઈને ટર્ન મારી શકે? @TnuBlyn1 નામના અકાઉન્ટ પરથી શૅર થયેલા આ વિડિયોને ૧૦ લાખ વ્યુઝ મળી ચૂક્યા છે એટલે એનું કામ થઈ ગયું છે. હવે લોકો માથું ખંજવાળતા રહેશે કે આ અસલી છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની દેન?


