આયુષ તેના પાંચ મિત્રો સાથે પરેવા ખોહ ફરવા ગયો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં આયુષ લાકડીની મદદથી નદીમાં પડી ગયેલાં તેનાં ચંપલ કાઢવાનો પ્રયાસ કરતો જોવા મળે છે
૨૦ વર્ષનો આયુષ નામનો યુવાન નદીમાં પડેલાં ચંપલને કાઢતી વખતે તણાઈ ગયો
મધ્ય પ્રદેશના સિવનીમાં શનિવારે પિકનિક સ્પૉટ પરેવા ખોહ પર ફરવા ગયેલો ૨૦ વર્ષનો આયુષ નામનો યુવાન નદીમાં પડેલાં ચંપલને કાઢતી વખતે તણાઈ ગયો હતો અને તેણે જીવ ગુમાવ્યો હતો. આયુષ તેના પાંચ મિત્રો સાથે પરેવા ખોહ ફરવા ગયો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં આયુષ લાકડીની મદદથી નદીમાં પડી ગયેલાં તેનાં ચંપલ કાઢવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. ચંપલ કાઢવામાં તેનો જીવ એવો અટવાયેલો હતો કે અચાનક તેનો પગ લપસી ગયો હતો જેને કારણે તે જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. અકસ્માત બાદ બચાવ-કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગઈ કાલે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.


