આસામના મોરીગામ જિલ્લામાં કાળજું કંપી ઊઠે એવી ઘટના બની છે. કામરૂપ મેટ્રોપૉલિટન જિલ્લામાં રહેતો ૩૭ વર્ષનો સદ્દામ હુસેન મોરીગામ જિલ્લાના પોબિતોરા વન્યજીવ અભયારણ્ય પાસેથી બાઇક પર જતો હતો.
અજબગજબ
ગેંડો રસ્તા પર આવી ચડ્યો અને સદ્દામની બાઇકની પાછળ દોડવા લાગ્યો
આસામના મોરીગામ જિલ્લામાં કાળજું કંપી ઊઠે એવી ઘટના બની છે. કામરૂપ મેટ્રોપૉલિટન જિલ્લામાં રહેતો ૩૭ વર્ષનો સદ્દામ હુસેન મોરીગામ જિલ્લાના પોબિતોરા વન્યજીવ અભયારણ્ય પાસેથી બાઇક પર જતો હતો. ત્યાં જ એક ગેંડો રસ્તા પર આવી ચડ્યો અને સદ્દામની બાઇકની પાછળ દોડવા લાગ્યો. સદ્દામ ગભરાયો અને પછી બીકનો માર્યો બાઇક છોડીને મેદાનમાં ઊતરીને લગાવાય એટલું જોર લગાવીને તે દોડતો હતો પણ કલાકની ૫૫ કિલોમીટરની ઝડપે દોડતો ગેંડો તેની પાછળ પડ્યો હતો. આ જોઈને આસપાસના લોકો ગેંડાનું ધ્યાન ભટકાવવા બૂમાબૂમ કરતા હતા પણ ગેંડો દોડ્યા જ કરતો હતો. થોડી વાર પછી લોકો મેદાનમાં પહોંચ્યા ત્યાં સુધીમાં ગેંડાએ સદ્દામનું માથું છૂંદી નાખ્યું હતું અને તરફડિયાં મારતો તે ગુજરી ગયો હતો.