હજી આ ઑક્શન સોમવાર સુધી ચાલવાનું છે અને એમાં દુનિયાભરના એક-એકથી ચડિયાતા બાજોનું પ્રદર્શન થશે.
સફેદ બાજ ૯૦ કરોડ રૂપિયામાં વેચાયો
સાઉદી અરેબિયાના રિયાધમાં ચાલી રહેલા ઇન્ટરનૅશનલ ફાલ્કન બ્રીડર્સના ઑક્શનમાં અત્યંત રૅર ગણાતા સફેદ રંગના બાજે ખરેખર બાજી મારી લીધી. આ બાજ ૧.૨ મિલ્યન સાઉદી રિયાલ એટલે કે લગભગ ૯૦ કરોડ રૂપિયામાં વેચાયો હતો. અમેરિકાસ્થિત આરએક્સ ફાર્મનું આ સફેદ પંખી અત્યાર સુધીનો સૌથી મોંઘો બાજ બની ગયો છે.
આ ઑક્શનમાં બાજના સંરક્ષણ અને સંવર્ધન માટે કામ કરતા નિષ્ણાત બ્રીડરોએ ભાગ લીધો હતો. બાજ પક્ષીનું બ્રીડિંગ સાઉદી અરબની પરંપરાનું અભિન્ન અંગ છે. આમ તો આ સદીઓ પુરાણી વિરાસત હતી, પરંતુ સોશ્યલ મીડિયાને કારણે હવે એમાં સાઉદી અરબના યુવાનો પણ રસ લેતા થઈ ગયા છે. હજી આ ઑક્શન સોમવાર સુધી ચાલવાનું છે અને એમાં દુનિયાભરના એક-એકથી ચડિયાતા બાજોનું પ્રદર્શન થશે.


