Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રાજસ્થાનમાં મળે છે ભારતની સૌથી મોટી કચોરી માત્ર ૧૦૦ રૂપિયામાં કરી દે છે પેટ ફુલ

રાજસ્થાનમાં મળે છે ભારતની સૌથી મોટી કચોરી માત્ર ૧૦૦ રૂપિયામાં કરી દે છે પેટ ફુલ

01 May, 2024 08:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ દુકાનમાં ૭૦૦ ગ્રામની કચોરી પીરસવામાં આવે છે અને એ ભારતની સૌથી મોટી કચોરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


રાજસ્થાન એના વાઇબ્રન્ટ કલ્ચર, ઐતિહાસિક કિલ્લાઓ અને મહેલો ઉપરાંત એના ફૂડ માટે પણ એટલું જ વખણાય છે. અહીં આવનારા લોકો બટાટા, ડુંગળી અને મગની દાળના પૂરણવાળી સ્પેશ્યલ કચોરી જરૂર ટ્રાય કરે છે. જોકે બહુ ઓછા લોકો જાણતા હશે કે અજમેર નજીક આવેલા નસીરાબાદમાં ચવન્નીલાલ હલવાઈ નામનું ફૂડ આઉટલેટ કચોરી નહીં પણ ‘કચોરા’ માટે પ્રખ્યાત છે. આ દુકાનમાં ૭૦૦ ગ્રામની કચોરી પીરસવામાં આવે છે અને એ ભારતની સૌથી મોટી કચોરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કચોરી માત્ર ૧૦૦ રૂપિયામાં મળે છે અને એ ખાતાં પેટ ભરાઈ જાય છે. સોશ્યલ મીડિયા પર એક વિડિયોમાં કહેવામાં આવ્યું છે કે આટલી મોટી કચોરીને ફ્રાય કરવામાં અડધો કલાક લાગે છે અને એને અમેરિકા, લંડન અને દુબઈ જેવા દેશોમાં પણ મોકલવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK