નવાઈની વાત એ છે કે આ ફેસ્ટિવલમાં ફ્રાન્સ, બેલ્જિયમ અને ચીન જેવા દેશોના પ્રોફેશનલ્સનો દબદબો છે. આ ફેસ્ટિવલ દરમ્યાન લગભગ સાતેક લાખ સહેલાણીઓ કતર ફરવા આવે છે.
કતરમાં યોજાતો કાઇટ ફેસ્ટિવલ
શિયાળુ સહેલાણીઓને આકર્ષવા માટે કતરમાં યોજાતો કાઇટ ફેસ્ટિવલ હવે દર વર્ષે વધુ ને વધુ મહત્ત્વનો બનતો જાય છે. રંગબેરંગી પતંગ કતરના આકાશને તો વાઇબ્રન્ટ રંગથી ભરે જ છે, પણ એને કારણે દેશ-વિદેશના સહેલાણીઓનું પૂર પણ આવે છે. હાલમાં ચાલી રહેલા આ ફેસ્ટિવલમાં ૨૦ દેશોના ૬૦ પ્રોફેશનલ પતંગબાજો પોતાની પતંગ ચગાવવાની કળા અને ઊંચે ઊડી શકે એવી જાતજાતની શેપની પતંગ બનાવવાની કળા બતાવે છે. નવાઈની વાત એ છે કે આ ફેસ્ટિવલમાં ફ્રાન્સ, બેલ્જિયમ અને ચીન જેવા દેશોના પ્રોફેશનલ્સનો દબદબો છે. આ ફેસ્ટિવલ દરમ્યાન લગભગ સાતેક લાખ સહેલાણીઓ કતર ફરવા આવે છે.

