ખાસ વાત એ છે કે એ માટે તેણે એક સમયે ચેસના સેટ પર એક જ પીસ ગોઠવવાનો હતો અને એ પણ એકલા હાથે

એસ. ઓડેલિયા જૅસ્મિન
પૉન્ડિચેરીની એક ઇન્ડિયન ગર્લે નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. તેણે સૌથી વધુ ઝડપથી ચેસ સેટ અરેન્જ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ખાસ વાત એ છે કે એ માટે તેણે એક સમયે ચેસના સેટ પર એક જ પીસ ગોઠવવાનો હતો અને એ પણ એકલા હાથે. એસ. ઓડેલિયા જૅસ્મિનને આ રીતે ચેસ સેટ અરેન્જ કરવા માટે ૨૯.૮૫ સેકન્ડ જ લાગી હતી.
ઓડેલિયાએ કહ્યું હતું કે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવવું તેનું સૌથી મોટું સપનું હતું. તેણે આ રેકૉર્ડ બનાવવા માટે એક વર્ષ સુધી પ્રૅક્ટિસ કરી હતી. આ પહેલાં આ રેકૉર્ડ અમેરિકાના ડેવિડ રશના નામે નોંધાયો હતો. ડેવિડે એકલા હાથે અને એક સમયે એક પીસ ગોઠવીને ૩૦.૩૧ સેકન્ડમાં ચેસ સેટ અરેન્જ કર્યો હતો.