જેટ એન્જિનની ટેક્નિકથી બનેલી આ બાઇકમાં સ્ટેબિલાઇઝેશન સિસ્ટમ પણ છે. આ ઊડતી બાઇક બનાવવા માટે કંપનીએ ખૂબ મહેનત કરી છે.
પોલૅન્ડની વોલોનૉટ કંપનીએ એક એવી ઍરબાઇક બનાવી છે
પોલૅન્ડની વોલોનૉટ કંપનીએ એક એવી ઍરબાઇક બનાવી છે જે ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ હવામાં ઊડી શકે છે. જેટ એન્જિનની ટેક્નિકથી બનેલી આ બાઇકમાં સ્ટેબિલાઇઝેશન સિસ્ટમ પણ છે. આ ઊડતી બાઇક બનાવવા માટે કંપનીએ ખૂબ મહેનત કરી છે. અત્યારે જો આપણે હવામાં ઊડવું હોય તો એ માટે પ્લેન કે હેલિકૉપ્ટરની જરૂર પડે છે, પરંતુ આવનારા દિવસોમાં તમે પંખીની જેમ ઊંચે હવામાં તમારી પોતાની બાઇક લઈને ઊડી શકો છો. પોલૅન્ડની કંપનીએ પહેલું હોવરબાઇક વેહિકલ બનાવ્યું છે જે અન્ય વાહનોની જેમ ઈંધણ વાપરતું નથી. આ વાહન ૨૦૦ કિલોમીટરની ઝડપે હવામાં ઊડી શકે છે. આ વેહિકલ આરામથી હવામાં પંખીની જેમ ગ્લાઇડ કરે છે. એમાં કોઈ જ પ્રકારનું કંપન પણ નથી થતું. આ બાઇક હવામાં ધીમેથી રોકાઈ જઈ શકે છે અને દિશા પણ બદલી શકે છે. કંપનીએ હજી આ આવિષ્કારની ટેક્નૉલૉજી છૂપી રાખી છે.

