એમ લખીને સ્ટુડન્ટે આન્સર કૉપીમાં ૫૦૦ રૂપિયાની નોટ જોડી દીધી
આન્સર કૉપીમાં ૫૦૦ રૂપિયાની નોટ જોડી દીધી
પરીક્ષામાં પાસ થવા માટે તૈયારીઓ કરતી વખતે પૂરતું ધ્યાન આપવાને બદલે પેપરમાં પોતાને પાસ કરી દેવાની રિક્વેસ્ટ કરતા વિદ્યાર્થીઓની ભારતમાં કોઈ કમી નથી. કર્ણાટકના બેલગાવી જિલ્લાના ચિક્કોડી ગામમાં દસમા ધોરણની આન્સરશીટ્સમાં એક અજીબોગરીબ વાત પેપર તપાસી રહેલા ટીચરને મળી હતી. એક વિદ્યાર્થીએ પોતાની કૉપીમાં ૫૦૦ રૂપિયાની નોટ જ ચીપકાવી દીધી હતી અને સાથે લખ્યું હતું કે ‘પ્લીઝ, મને પાસ કરી દેજો, મારો પ્રેમ તમારા હાથમાં છે.’ બીજા એક સ્ટુડન્ટે લખેલું કે ‘ચા પી લેજો સર અને મને પાસ કરી દેજો.’ તો વળી કોઈકે લખેલું, ‘જો તમે મને પાસ નહીં કરો તો મારાં મા-બાપ મને કૉલેજમાં નહીં મોકલે.’

