Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‘સુપરમૅન’ની ફર્સ્ટ એન્ટ્રી જે કૉમિક-બુકમાં થઈ હતી એ ૫૦ કરોડ રૂપિયામાં વેચાઈ ગઈ

‘સુપરમૅન’ની ફર્સ્ટ એન્ટ્રી જે કૉમિક-બુકમાં થઈ હતી એ ૫૦ કરોડ રૂપિયામાં વેચાઈ ગઈ

08 April, 2024 10:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્શન કૉમિક્સ નંબર વનની ઓરિજિનલ ૨,૦૦,૦૦૦ કૉપીમાંથી હવે માત્ર ૧૦૦ જ બચી છે

ઍક્શન કૉમિક્સ નંબર વન

What`s Up!

ઍક્શન કૉમિક્સ નંબર વન


વિશ્વભરનાં બાળકો જેનાં દીવાનાં છે એવા ‘સુપરમૅન’ને આજે ભલે લોકો ફિલ્મમાં જોતા હોય, પણ એક સમયે કૉમિક્સની દુનિયામાં આ સુપરહીરોએ ખળભળાટ મચાવ્યો હતો. અમેરિકન પબ્લિશિંગ કંપની DC કૉમિક્સે ૧૯૩૮માં પહેલી વાર ‘ઍક્શન કૉમિક્સ નંબર વન’ થકી સુપરમૅનનો પરિચય આપ્યો હતો. આ કૉમિકની એક ઐતિહાસિક કૉપી તાજેતરમાં હેરિટેજ ઑક્શન્સમાં લગભગ ૫૦ કરોડ રૂપિયામાં વેચાઈ હતી. આ કૉમિક-બુક દાયકાઓ જૂની હોવા છતાં પ્રમાણમાં સારી સ્થિતિમાં છે. ઍક્શન કૉમિક્સ નંબર વનની ઓરિજિનલ ૨,૦૦,૦૦૦ કૉપીમાંથી હવે માત્ર ૧૦૦ જ બચી છે અને એમાંથી માત્ર બે જ કૉપી સારી સ્થિતિમાં છે.૨૦૨૨ના વર્ષમાં ‘સુપરમૅન નંબર વન’ કૉમિક-બુકની કૉપી ૪૪ કરોડ રૂપિયામાં વેચાઈ હતી અને એ સૌથી મોંઘી કૉમિક-બુક બની હતી. જોકે તાજેતરની હરાજી બાદ આ રેકૉર્ડ ‘ઍક્શન કૉમિક્સ નંબર વન’ના નામે થઈ ગયો છે. ‘ઍક્શન કૉમિક્સ નંબર વન’ની વાર્તા સીગલ અને શસ્ટરે લખી છે જેમાં બાળ-સુપરમૅનને એક વિનાશકારી ગ્રહ પરથી પૃથ્વી પર મોકલવામાં આવે છે અને તે પોતાની ભાવી પ્રેમિકા લૉઇસ લેનને 
મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2024 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK